SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ इत्थी परिन्ना [ ભારતીય છન્દ શાસ્ત્રના પ્રધાન તરીકે સંપાદિત કરેલું જૈન સાધુજીવનને લગતા કાવ્યનું એક પ્રકરણ] લેખક : પ્રો. ડૉ. લુડવીગ આસડો અનુવાદક : અરુણોદય ન જાની આયરંગ, દયાલિય અને ઉત્તરઝાય ઉપરાંત સૂયગડાંગ એ શ્વેતામ્બર જૈન સિદ્ધાન્તના ચાર * આગમ ગ્રન્થો પૈકીનું એક છે. એના પ્રથમ સુયખંધના ચોથા પ્રકરણને અહીં તેની સમીક્ષિત ચર્ચા કરવા માટે બે કારણોને લીધે જુદું પાડ્યું છે: ૧. બ્રહ્મચર્ય અને સ્ત્રીઓ પ્રત્યેનો વ્યવહાર એ પ્રશ્ન, જે સાધુઓનાં જીવન અને આચારને લગતા મુખ્ય પ્રશ્નો પૈકીનો એક છે, તેની તે ચર્ચા કરે છે અને તે ય પણ નોંધપાત્ર રીતે કરે છે. જોકે આપણને એમાં સૈદ્ધાતિક, આદર્શ વસ્તુસ્થિતિનું વિધાન કરતા અને આલેખતા આચારના વિગતપૂર્ણ નિયમોનું સમગ્ર શાસ્ત્ર મળતું નથી. પરંતુ આશ્ચર્ય પમાડે એવી સરળતાથી કબૂલ કરેલા રોજિંદા વ્યવહારનાં દૂષણોથી ઉદભવેલી આગ્રહપૂર્ણ વિનતિ મળે છે. સાધુએ ખરેખર સ્ત્રીઓ સાથેનો સંપર્ક ચીવટપૂર્વક ત્યજવો એ વધારે સારું છે; પરંતુ સાધુ જીવનની મૂળભૂત જરૂરિયાત એટલે કે રોજનું ભિક્ષા માટેનું ભ્રમણ છે; અને ૧ પ્રસ્તુત પ્રકરણ આપણને જ્યાં પાછા ખેંચી જાય છે તેવા જૈન સંઘના ઇતિહાસના દૂરના આરંભકાળમાં જ માત્ર આદર્શ સિદ્ધાન્ત અને દયનીય વ્યવહાર વચ્ચેનું અંતર ઘણું મોટું હતું એમ નથી. ડૉ. યુ. પી. શાહે (જર્નલ, એશિ. સોસા. મુંબઈ, ૩૦, ૧, પૃ. ૧૦૦) અણહિલવાડ પાટણમાં સન ૧૨૪રમાં ભરાયેલી જૈન પરિષદના, હસ્તલિખિત ગ્રંથમાં સચવાયેલા, ધણા રમૂજી વૃત્તાંતને પ્રગટ કર્યો છે. કેટલાક સંખ્યાબંધ મોટા આચાર્યો અને બીજા અગત્યના સામાન્ય માણસોએ આ પરિષદમાં એક ઠરાવ પસાર કર્યો છે. તે સમયે પ્રચલિત રિવાજ પ્રમાણે જેન આચાર્યો માત્ર સંતાનોત્પત્તિ કરતા એટલું જ નહિ, પરંતુ તેમને સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા પણ આપતા અગર આચાર્યપદે પણ તેમને સ્થાપતા. આ રિવાજની તે ઠરાવમાં નિંદા કરી, તેનો નિષેધ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy