SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વર્ગીકરણ : ૨૩૧ માત્ર ધ્વનિની નહિ પણ ધ્વનિમૂલક ધટકની દ્વિરુક્તિ થવી જોઈએ એટલી સ્પષ્ટતા આવશ્યક છે, કારણકે માત્ર ધ્વનિની દ્વિરુક્તિથી દ્વિરુક્ત શબ્દ કહી શકાય નહિ. રવાનુકારી (Onomatopoetic) શબ્દોમાં મુખ્યત્વે રવનું ભાષામાં વર્ણ દ્વારા અનુકરણ કરવામાં આવતું હોય છે. ટનનન, ખળળળ, ભડડડ, ઝળળળ, ભડડડ, ધરરર જેવા શબ્દોને દ્વિરુક્ત શબ્દો કહી શકાય નહિ પરન્તુ તેમાંથી સાધિત થયેલા કે તેમનાં રૂપાન્તર અનુક્રમે ટનટન, ખળખળ, ભડભડ, ઝળઝળ, ભડભડ, ઘરધર સ્પષ્ટ રીતે દ્વિરુક્ત પ્રયોગ છે, કારણુકે તેમાં ધ્વનિનો મૂળભૂત ધટક દ્વિરુક્ત થયો છે. ઘણીવાર ગુજરાતીમાં એ અક્ષરવાળા (Syllable) વિશેષણોના બીજા અક્ષરનો વ્યંજન જ્યાં ભાર દેવો હોય ત્યાં મેવડાવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ગુજરાતીમાં ધણાંયે દ્રિ-અક્ષરી વિશેષણોનાં એ રૂપ હોય છે : એક ભારમુક્ત (unemphatic) અને બીજું ભારયુક્ત (Emphatic) તેમની વચ્ચેનો ભેદ ખીજા વ્યંજનની હઁસ્વતા–દીર્ધતા દ્વારા દર્શાવાય છે; જેમકે : સાચું–સાચ્ચું, પાકું– પાકરું, મીઠું-મીઠું, ખાટું-ખાટું, ખેડું–એઠું વગેરે. આ એક માત્ર અભિવ્યક્તિની પદ્ધતિ છે અને બંને રૂપો પ્રચલિત છે. ખીજું રૂપ વિશેષ ખોલીમાં મળે છે. તેમને દ્વિરુક્ત શબ્દ ન ગણી શકાય. આટલી ચર્ચા પછી એ સ્પષ્ટ થશે કે દ્વિરુક્ત શબ્દના ઘડતરમાં ધ્વનિમૂલક એક ઘટક કે સમ્પૂર્ણ અંગની દ્વિરુક્તિ થાય છે તે શબ્દનું સ્વરૂપ સમસ્ત કે અસમસ્ત હોય. અત્યાર સુધી આપણા વિદ્વાનોને દ્વિરુક્ત શબ્દનું આવું સ્વરૂપ સ્પષ્ટ ન હતું તેથી તેઓએ કરેલા તેમના વર્ગીકરણમાં મોટે ભાગે અતાર્કિકતા અને અશાસ્ત્રીયતા આવી ગયેલાં છે. કમળાશંકર પ્રા॰ ત્રિવેદી, નરસિંહરાવ દીવેટિયા, નવલરામ ત્રિવેદીએ ગુજરાતીના; અને શ્રી એસ. એમ. કન્નેએ ઇન્ડો-આર્યન દ્વિરુક્ત પ્રયોગોનાં વર્ગીકરણની યોજના વિશે વિચારણા કરી છે. તેમના આ વિષયના કાર્યની વિશેષતા કે મર્યાદાનું વિવેચન અત્રે અપ્રસ્તુત છે તેથી માત્ર તેમણે કરેલી વર્ગીકરણની યોજના પૂરતી જ ચર્ચા આ લેખમાં મર્યાદિત રાખવામાં આવી છે. પ્રથમ તેમના વર્ગીકરણની સંક્ષેપમાં ચર્ચા કરી અંતે ગુજરાતી દ્વિરુક્ત શબ્દોનું ઘડતર, કાર્ય અને સ્વરૂપની દૃષ્ટિએ વર્ગીકરણ આપવામાં આવ્યું છે. કમળાશંકર ત્રિવેદી : દ્વિરુક્તિની વ્યાખ્યા, સ્વરૂપ, પ્રકાર વગેરેની ચર્ચા કમળાશંકરે કરી નથી. પ્રથમથી જ દ્વિરુક્તિના સાત પ્રકાર આપી દીધા છે. પ્રકારનું લક્ષણ આપી તેનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. આ વર્ગીકરણમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે શાસ્ત્રીયતા જણાતી નથી. આ કુલ સાત પ્રકારો મૂળ કયા તત્ત્વને આધારે પાડવામાં આવ્યા છે તેની કશી પણ સ્પષ્ટતા મળતી નથી. ખીજા પ્રકારની વ્યાખ્યા આ પ્રમાણે છે : “ દ્વિરુક્તિના એ શબ્દમાં પ્રથમ શબ્દને વિભક્તિ લાગેલી હોય છે કે તેનો અન્ય સ્વર દીર્ધ થયેલો હોય છે કે તેમાં ફેરફાર થયેલો હોય છે અને બીજો મૂળ સ્વરૂપમાં હોય છે. ’’ તેની નીચે વિશેષણના ઉપશીર્ષક નીચે આપેલાં ઉદાહરણો સંપૂર્ણ રીતે અસંબદ્ધ છે, તેમ જ સર્વનામના ઉપશીર્ષક નીચે આપેલાં ઉદાહરણોમાં તે જ સ્થિતિ છે. જેમકે, ‘ચાર ચાર, પાંચ પાંચ, કોણ કોણ, શું શું ’માં વ્યાખ્યા પ્રમાણે પ્રથમ શબ્દને નથી વિભક્તિ લાગી કે તેનો અન્ય સ્વર દીર્ઘ થયો નથી કે તેમાં કશો ફેરફાર થયો નથી. * પ્રસ્તુત વર્ગીકરણમાં વાક્યની કક્ષાની દ્વિરુક્તિ બીજા વર્ગના ક્રિયાપદના શીર્ષક નીચે દર્શાવી છે. જેમકે, ‘જા જા, આવ આવ, ખોલ ખોલ' અને તે પછી તરત જ ‘તે ચાલતો ચાલતો આવ્યો.,’ ર ‘ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ’ મુંબઈ, ૧૯૧૯. પ્રકરણ ૩૧ પૃ૦ ૩૮૯-૩૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy