SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ ખીજા અને ત્રીજા પદ્યમાં ગ્રંથકાર અકબરશાહને ‘બ્રહ્મ ’સાથે સરખાવે છે. તથા ગોપાલસુત શ્રીકૃષ્ણ વિભુ સાથે પણ સરખાવતાં અકબરશાહને ગોબ્રાહ્મણપ્રતિપાલકરૂપે વર્ણવે છે અને કહે છે કે જે યવન વંશ, ગાય અને વિપ્રોનો સદા અભિભવ જ કરતો આવેલ છે તે જ વંશમાં આ અકબરશાહ ગોબ્રાહ્મણના પ્રતિપાલક રૂપે જન્મેલ છે, એ વિશેષ આશ્રર્યકારી ઘટના છે. ,, પાંચમા શ્લોકમાં “ વિધીયતે સ્વોષાર્થમ્ ” એમ કહીને પ્રસ્તુત કોશ તેમણે પોતાના ખોધ માટે નિર્મલ છે એમ સૂચવે છે. અને સાથે જણાવે છે કે સંસ્કૃતના શબ્દો આપીને તેના સમાનાર્થક કેટલાક પારસીક—ફારસી—શબ્દોનો આ સંગ્રહ છે. જે લોકો ફારસી ભાષાના સમુદ્રમાં અવગાહન કરવા ઇચ્છતા હોય તેવા લોકોને ધ્યાનમાં રાખીને કૃષ્ણદાસ આ કોશરૂપ નાની હોડીને રચે છે એમ છઠ્ઠા શ્લોકમાં કહે છે અને સાતમા શ્લોકમાં એમ જણાવે છે કે— “ પોતે ફારસી શાસ્ત્રોને ભણેલ નથી, માત્ર સાંભળી સાંભળીને જ આ કોશ રચેલ છે તેથી આ રચનામાં જે કાંઈ ન્યૂનતા વા વધારે પડતું આવી ગયું હોય તેને ફારસી વિદ્વાનો દરગુજર કરશે એવી નમ્ર વિનંતિ છે. ’’ સંસ્કૃત ભાષાના અતિપ્રાચીન અને પ્રસિદ્ધ અમરકોશમાં શબ્દોને બતાવવા પ્રથમ કાંડમાં જેમ સ્વર્ગવર્ગ, વ્યોમવર્ગ, દિગ્વર્ગ, કાલવર્ગ, નાટ્યવર્ગ, પાતાલભોગિવર્ગ, નરકવર્ગ, વારિવર્ગ આમ વર્ગોને યોજેલા છે તથા બીજા કાંડમાં મનુષ્યવર્ગ, બ્રહ્મવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ, શૂદ્રવર્ગ વગેરે અનેક વર્ગોને પાડેલા છે અને છેડે ત્રીજા કાંડમાં પ્રથમ વિશેષ્યનિદ્મવર્ગ પછી નાનાર્થવર્ગ યોજેલ છે તેમ ખરાખર ક્રમને અનુસરીને ગ્રંથકાર કૃષ્ણદાસે આ ફારસી કોશમાં પ્રથમ સ્વર્ગવર્ગ, વ્યોમવર્ગ, દિગ્દર્ગ, કાલવર્ગ, નાટ્યવર્ગ, પાતાલવર્ગ, વારિવર્ગ, મનુષ્યવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ, ક્ષુદ્રવર્ગ (દ્રવર્ગ) વિશેષ્યનિાવર્ગ તથા નાનાર્થવર્ગ વર્ગો યોજેલા છે. આ કોશમાં કાંડોનો વિભાગ નથી, માત્ર વર્ગોનો વિભાગ છે. સ્વર્ગવર્ગનો પ્રારંભ સૂર્ય' શબ્દથી કરેલ છે. શ્રીસૂર્ય રત્ત આસાવ: ” (ોજ ૮) સૂર્ય માટે ‘સાય’શબ્દ પારસીક–ફારસી—ભાષામાં છે. ચાલુ ફારસી ભાષામાં ‘અજ્ઞાન' શબ્દ પ્રચલિત છે. આ પછી “ અબ્તર:સુ પરી સેવા ” (શ્નો ૧૧) એટલે અપ્સરા માટે વી. आतशस्तु भवेद् વહો ’” એટલે અગ્નિ માટે માતા-ગતિશ સંસ્કૃત હુતાશ. “ જોવાચઃ(લોટાય ) સ્થાત્ મેશ્વર: ' (ોજ ૯) પરમેશ્વર માટે જોવાય—ઘુદ્રા આવા શબ્દો સ્વર્ગવર્ગમાં ૧૯ શ્લોક સુધી આવેલ છે. છેડાના ઓગણીસમા શ્લોકમાં “ શીતે સરમા મવેત્ મા જૂલ્મમાત્ર પ્રતિતઃ'....અર્થાત્ શીત એટલે સરમા-સા અને ઉષ્ણ એટલે ગરમા-વાં. વ્યોમવર્ગનો આરંભ ‘“ મામાનું વ્યોમનિ પ્રોત્તમ્ ''(ક્ષ્યોર્જ ૨૦)થી થાય છે. માસ્માન એટલે વ્યોમ આકાશ. કાલવર્ગના પ્રારંભમાં “ સંવત્સરેષુ સારુ રચાત્ યે ચાત્ ચામતિ: ' । સાજ એટલે વરસ અને પ્રલયકાળ એટલે શ્યામતિ-જિયામત. ૩ કોશની પોથીમાં જેવા ફારસી શબ્દો આપેલા છે તેવા જ અહીં નોંધેલા છે. પ્રથમ કોશનો શબ્દ, પછી ફારસીનો શુદ્ધ શબ્દ બતાવેલ છે. આ બન્ને શબ્દો નાગરી અક્ષરમાં મુકેલા છે, ગુજરાત યુનિવર્સિટીના ફારસીના પ્રધાન અધ્યાપક શ્રી છોટુરે નાયકે ફારસીના શુદ્ધ શબ્દો બતાવેલા છે તે માટે લેખક તેમનો આભારી છે. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy