SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ વન્ય ૨. કોષ: (૧) અમરકોષ પર આધારિત અભિધાનચિન્તામણિ (૨) અનેકાર્થસંગ્રહ વનસ્પતિવિષયક નિઘંટુ શિક્ષા (૩) દેશીનામમાલા : પ્રાકૃત, સભાધ્ય. ૩. પિંગલા: સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના છન્દો વિષેનું સટીક છન્દોડનુશાસન. ૪. કાવ્યશાસ્ત્ર: “અલંકારચૂડામણિ” અને “વિવેક” નામની ટીકાઓ સહિતનું, મમ્મટાચાર્યાદિ આલંકારિકોના ગ્રન્થોના આધાર પર રચાયલું કાવ્યાનુશાસન. ૫. તર્કશાસ્ત્રનો ગ્રન્થ નામે પ્રમાણુમીમાંસા. ૬. મહાકાવ્ય: દ્વયાશ્રય અને કુમારપાલચરિત. આ અનુક્રમે ૨૦ તથા ૮ સર્ગનાં બે સંસ્કૃત-પ્રાકૃત ઈતિહાસકાવ્યો છે. બંનેમાં વ્યાકરણના નિયમો પણ સમાવ્યા છે. ૭. ચરિત્રગ્રસ્થ: (૧) ત્રિષછીશલાકાપુરૂષચરિત. એના ૩૨,૦૦૦ શ્લોકોમાં ૬૩ જૈન નરોત્તમોની ચરિત્રગાથા છે. (૨) પરિશિષ્ટપર્વમાં સાડાત્રણ હજાર શ્લોકોનું આ છે. (૩) મહાવીરચરિત. ૮. પ્રકીર્ણ: યોગશાસ્ત્ર તથા સ્તોત્રો. હેમચન્દ્રાચાર્યનો સમય યોગ્ય રીતે જ હેમયુગ કહેવાયો છે. જેને દેવચન્દ્ર સરખા કવિ પંડિત વિદ્યારૂપી સમકના મન્થનાર્થ પ્રયોજવાના મન્દરગિરિ ” કહ્યા છે તેની પ્રત્યક્ષપરોક્ષ પ્રેરણાથી ગુજરાતમાં સને ૧૧૦ થી ૧૧૭૩ના આશરે સાત દશકા દરમ્યાન વિવિધ પ્રકારનાં કવિરત્નો નીપજ્યાં અને ઝળકયાં. તેમના નામથી યુગ ઓળખાય એનાથી વધુ સ્વાભાવિક બીજું શું હોય આ વિષયમાં ? એ સમયગાળા દરમ્યાન ૧૧૩૦માં સિદ્ધરાજે માળવા જીત્યું હતું. એ યાદગાર વિજયના અવસર સુધીમાં તો પાટણ મહાન વિદ્યાધામ બની ચૂક્યું હતું. એ આખો સોલંકીયુગ જ એવો યશોજજવલ હતો કે ત્યારે “ગુજરાતના સર્વાગીણ પરાક્રમમાં તેમ એના વિદ્યાકીય પુરુષાર્થમાં મોટી ભરતી આવી હતી”. (ડૉ. ભો. જે. સાંડેસરા) એ હેમયગમાં આચાર્યશ્રીના જે શારદોપાસક શિષ્યો થયા તેમાં રામચન્દ્રસૂરિ એમના પટધર છે. આ કવિ જયસિંહ સિદ્ધરાજ સરખા વિદ્યા પ્રેમી રાજવીના તરફથી “કવિ-કટારમલ્લનું બિરુદ પામ્યા હતા. તેમણે પોતાને (જે સોએ સો હવે તો મળતા નથી તેના) “પ્રબન્ધ શતકર્તા” તથા શબ્દ, ન્યાય ને કાવ્યના “વિવેદી” કહ્યા છે. એ માત્ર સાદીસીધી હકીકતનું કથન છે. આ સૂરિજીએ બીજા હેમશિષ્ય ગુણચન્દ્રગણિની સાથે મળીને, દ્વાદશ-પ્રકારી રૂપકોનું આકલન જેમાં કરાવ્યું છે તે નાટ્યદર્પણ અને એમ જ કવિયે રચેલ છવાદિદ્રવ્યો વિષેનું કલ્યાલંકાર એ તેમની મુખ્ય કૃતિઓ છે. તેમની આગવી રચનાઓમાં અગ્રતમ આ બે છે: કૌમુદી-મિત્રાણંદ તથા નવવિલાસ. આમાંનું પહેલું નાટક દશાંકી છે. બીજું સપ્તાંકી. પહેલામાં નામ-સૂચિત બંને પાત્રોની કૌતુકરાગી કથા છે અને બીજામાં નળરાજાનું ચરિત્ર કથાનક તરીકે સ્વીકારાયું છે. અન્ય શિષ્યોમાં સૌથી અધિક ગણનાપાત્ર આ ત્રણ છે: “અનેકાર્થ કેરવાકર-કૌમુદી'કાર મહેન્દ્રસૂરિ; કુમારવિહાર' એ પ્રશસ્તિકાવ્યો રચનાર વર્ધમાનગણિ અને ચન્દ્રલેખાવિજય” નામે પ્રકરણ-રચનાનો કર્તા દેવચન્દ્ર. લેખના આ ખંડકના અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા બીજા મૂલ્યવાન આકરસભ્યોના આરૂઢ સંશોધક સ્વ. મોહનલાલ દઇ દેશાઈનાં મયુગ વિષેનાં સારગર્ભ વાક્યો ઉતારીશું: ટૂંકમાં એ જૈન શાસન માટે, વાસુમય માટે, અતિ વૈભવ પ્રતાપ અને વિજયથી દેદીપ્યમાન હતો. તેની અસર સમગ્ર ગુજરાતના પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે. હેમચંદ્રના નામ પ્રમાણે તેનો યુગ પણ હેમમય–સુવર્ણમય હતો અને ચિરકાલ સુધી તેનો પ્રભાવ રહેશે. (પૃ૦ ૩૨૬) S CI 1 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy