________________
અશક્યને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક મધ્યકાલીન કથારૂઢિઃ ૧૯૭ માગી, પરંતુ પોપટી હવે તે પોપટનું મોટું પણ જોવા માગતી ન હતી. પોપટે જતાં જતાં પોતાના પુત્રની માગણી કરી. પોપટી પુત્ર આપવા તૈયાર ન હતી. બન્ને રાજા પાસે ન્યાય કરાવવા ગયાં અને બનેએ પોતપોતાનું વૃત્તાંત કહ્યું. રાજાએ શાસ્ત્રવા કહ્યું કે પુત્ર પિતાનો અને પુત્રી માતાની; અથવા તો પુત્રી પણ પિતાની. વાવનારનું જ બીજ હોય. ખેડૂત ખેતરમાં વાવે તેનું જ સર્વ ઉપાદન હોય છે. પોપટીએ ન્યાય સ્વીકાર્યો, પણ રાજાની વહીમાં એ નિયમ લખાવ્યો. પોપટીએ પોપટને પુત્ર સોંપી દીધો.
એક મુનિ હતા. પોપટીએ તેને પોતાનું આયુષ્ય પૂછ્યું. મુનિએ કહ્યું કે ત્રીજે દિવસે તું મૃત્યુ પામીશ, અને પ્રધાનને ઘેર પુત્રી તરીકે જન્મીશ, કારણકે તે મનુષ્યદેહ માટે કર્મો બાંધ્યાં છે. આ વાત સાંભળી પોપટી જિનમંદિરમાં ગઈ અને જિનને નમસ્કાર કરીને કોઈની પાસે મંદિરના ઉપરના ભાગમાં પૂર્વોકત અક્ષરો (મુનિના શબ્દો) લખાવ્યા–એવા વિચારથી કે કદાચ આવતા ભવમાં ફરતાં ફરતાં અહીં આવું અને આ અક્ષરો મારી દૃષ્ટિએ પડે તો મને મારા પૂર્વજન્મનું સ્મરણ થાય. પછી તેણે વિશાળબુદ્ધિની શ્રી રતિસુંદરીને પટે બહુ સુંદર કન્યા તરીકે જન્મ લીધો. ભુવનાનન્દા નામ ધારણ કર્યું. થોડા સમયમાં ભણીગણ હોશિયાર થઈ. એક દિવસ ઉદ્યાનના જિનમંદિરે આવી ત્યાં પેલા અક્ષરો જોઈને તેને પૂર્વવૃત્તાંત યાદ આવ્યો, અને જિનભકિતને પ્રભાવે પોતાને મનુષ્યદેહ મળ્યો તેથી જિન પ્રત્યે વિશેષ ભકિતશાળી થઈ
પ્રધાન પાસે એક ઉત્તમ ઘોડો હતો. રાજાની ઘોડીને તેનાથી ઘણા વછેરા થયા. રાજાએ તે પોતાને ત્યાં મગાવ્યા. ભુવનાનન્દાએ તે આપવા ન દીધા. તેણે કહ્યું : “મારા પિતાના ઘોડા દ્વારા એ ઉત્પન્ન થયા છે માટે તેની માલિકી મારા પિતાની ગણાય, રાજાની નહિ. પોપટ-પોપટીના વિવાદ વખતે આપેલો ન્યાય રાજાએ લખ્યો છે.” વહી વાંચી રાજા વિસ્મય પામ્યો. રાજાને થયું? આ કોઈ બાલપંડિતા છે. રાજાએ પ્રધાન પાસે તેનું માથું કર્યું અને પોતે લગ્ન કર્યા. લગ્ન પછી રાજાએ કહ્યું: “હે બાલા, તું તો મોટી પીડિતા છો, તો જ્યાં સુધી સર્વોત્તમ ગુણવાળો પુત્ર તું ઉપને નહિ કરે ત્યાં સુધી તારે મારા ઘરમાં પગ મૂકવાનો નથી.” ભુવનાનન્દાએ જવાબ આપ્યો: “પ્રિયતમ, જરૂર એવો પુત્ર જમ્યા પછી જ હું તારે ત્યાં આવીશ, ને તું મારી પ્રતિજ્ઞા પણ સાંભળી લે. હું ખરેખરી પંડિતા હોઉં તો તારે હાથે મારા પગ ધોવરાવીશ અને તારી પાસે મારી મોજડી ઊચકાવીશ.” આમ બન્ને વચ્ચે એકાંતમાં વાતચીત થઈ ભુવનાનન્દા પિયર પાછી આવી. પિતાને એકાંતમાં બધો વૃત્તાંત કહ્યો. પ્રધાને કહ્યું: “દીકરી, આ તો બહુ દઈટ છે.” દીકરીએ જવાબ આપ્યો : “બુદ્ધિ માટે કશું દુર્ધટ નથી. રાજાના મહેલના પાછળના ભાગમાં ઋષભદેવનું એક મંદિર કરાવો, ત્યાં ત્રણે સમય હમેશાં નૃત્યનો ઉત્સવ થતો રહે તેવી વ્યવસ્થા કરો અને ત્યાં નર્તકીઓના આવાસ વચ્ચે મારું પણ એક ઘર બંધાવો.” એ રીતે મંદિર વગેરેનું નિર્માણ થયું અને ત્યાં કેટલીક સુંદર, સંગીતકુશળ, નૃત્યકુશળ, વાદનકુશળ ગણિકાઓ રાખવામાં આવી. એક પણ પુરુષ ત્યો નહોતો રાખી. ભુવનાનન્દી પોતે પણ નૃત્યમાં ભાગ લેતા. એક વાર રાત્રી પૂરી થવા આવ્યા હતા ત્યારે રાજાએ ગીત સાંભળ્યું. પાછલે બારણેથી તે નીકળ્યો અને જિનમંદિરમાં ગયો. તેણે ત્યાં અસરાઓનું વૃંદ નૃત્ય કરતું હોય તેવું દશ્ય જોયું. ભુવનાનન્દા પણ ત્યાં નૃત્ય કરતી હતી. રાજા એના પ્રત્યે આકર્ષાયો. રાજા દાસનો વેષ લઈને ત્યાં ગયો. નત્ય પૂરું થતાં ભુવનાનન્દા પાલખીમાં બેસી પોતાને આવાસે ગઈ રાજ પણ તેને ત્યાં ગયો. બન્નેએ સાથે રાત ગાળી. આમ દરરોજ રાજા નૃત્ય જોતો અને ભુવનાનન્દાને ત્યાં રાત્રી ગાળતો. રાજા ભુવનાનન્દાને આ દરમિયાન જે જે કંઈ કહેતો તે ભુવનાનન્દા પોતાના પિતાને જણાવતી અને પ્રધાન પણ તે બધું એક વહીમાં લખી લેતો. એક દિવસે ભૂવનાનન્દા જાણી જોઈને પોતાની મોજડી ભૂલી જઈને પાલખીમાં બેસી ગઈ. રાજાને કહ્યું : “મારી મોજડીઓ રહી ગઈ છે, તો તમે લાવજે.” પેલો રાજા ભોજડીઓ માથે ચડાવીને લાવ્યો. તે રાત્રે પણ રાજા ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org