SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૯૧ સ્થળે પ્રસંગ માત્ર બે જ પંક્તિમાં વર્ણવાયો હોય છે અને એને અનુલક્ષીને લખાયેલી આવી ઉપદેશાત્મક કડીઓ આઠદસ કરતાંયે વધારે હોય છે. આથી જ લગભગ સાડા છસો કડીના આ રાસમાં આવી કડીઓની સંખ્યા સવાબસો કરતા વધારે છે. આવી કડીઓમાં કવિની શિલી અને દૃષ્ટિ કેવી છે તે ઉદાહરણ તરીકે નીચેની થોડીક કડીઓ જોવાથી જણાશે : નિષધરાજા નળને સારી રીતે ઉછેરી કલાવિદ્યામાં નિપુણ કરે છે એ પ્રસંગે કવિ બાળકને ઉછેરવા વિશે લખે છે : બાળપણાથી લાલિયો, શીખવિયો નહુ જાત; રાગી તે મત જાણજે, વરી ગણ તાત. હંસમાંહિ જિમ બાપડું, બગ પામે અપમાન. તિમ પંડિત માંહિ મિલ્યાં, મૂરખ ન લહે માન. એ દેશે બહુ માનિયે, પરદેશે પૂજાય. પંડિત જિહાં જિહાં સંચરે, તિહાં રાને વેલાઉલ થાય. લાલે પાંચ વરસ લગે, તોડે જ દશ માંન, સોળ વર્ષનો સુત થયો, તવ તે મિત્ર સમાન. બાળપણે ન કળા ભણું, ન કર્યો ધન ઉપાય; પાછે ચારે કેરડાં, કઈ પેરે ધોવે પાય. કવિ મેધરાજની આ પંક્તિઓ કવિ મહીરાજની આવી પંકિતઓની આપણને યાદ અપાવે છે : * પાંચ વરસ લગઈ લાલીઈ, ભણવાઈ પછઈ હ; દસ વરસ લગઈ આદર કરુ, નીપજઈ સુત ભલુ તેહ સોળ વરસ હઉઆ પછી, મિત્ર તણી પરિ જાણિ; રીસ ન કરવી તેહનઈ, એહવી છઈ શાસ્ત્રવાણિ. પતિનઈ સહૂ કો માનઈ પામઈ અતિહિ મહત્ત્વ મિ કામિ શોભા હઈ મોટઉં જ્ઞાન તત્ત્વ. જ્ઞાનવંતની સભામાંહિ, મૂષ આવી બઈરોઈ રાજહંસમાં બગ જિમ, સહૂ કો તેહનઈ હસે દવદંતીના સ્વયંવરનું નિરૂપણ કરતાં, દીકરીને કેવો વર પરણાવવો જોઈએ અને એ માટે મોટાંઓની કેવી સલાહ લેવી જોઈએ તે વિશે સમજાવતાં કવિ મેઘરાજ કહે છે : જે પણ મનમાં ઊપજે, ભલિ ભલેરી બુદ્ધિ; તો પણ ડાહ પૂછિયે, જિમ હોય કારજ સિદ્ધિ. લહુડ વડાં પૂછે નહિ, ન ગણે સયણ સનેહ, આપણ છંદે ચાલતાં, ખરો વિગૂયે તેહ. મૂરખ, નિરધન, વેગળો, શરો અતિહિ સરસ, કન્યા વરસ ત્રિગુણ હોયે, તે વર ગણે સદોષ. * જુઓ મહીરાજત “નલદવદંતી રાસ પૃ૦ ૧૪; કડી ૧૨૯-૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy