SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ યશ વિજય ની કવિતા હસિત હ૦ બૂચ જન્મ ઉત્તર ગુજરાતના કન્હોતુ ગામમાં (ઈ. સ. ૧૬૨૩), અને અનશન દ્વારા પ્રાણત્યાગ મધ્ય ગુજરાતમાં ડભોઈ ગામે (ઈ. સ. ૧૬૮૭). મહોપાધ્યાય ન્યાયાચાર્ય કવિશ્રી યશોવિજયજીના એ સમય વિશે મતભેદ તો છે. ઉક્ત સમયે એમના જ સમકાલીન કાન્તિવિજયજીએ રચેલા “સુજસેવેલી રાસને આધારે સ્વીકારાય છે. પરંતુ કવિના ગુરુ શ્રી નવિજ્યજીએ આલેખેલા એક ચિત્રપટની પુપિકાના આધારે કવિસમય ઈ. સ. ૧૫૮૯થી ૧૬૮૭નો અંદાજાય છે. કવિની છેલ્લી રચના “જબૂસ્વામી રાસની પ્રત કવિતાથે જ લખેલી મળે છે. એમાં રચનાસાલ ઈ. સ. ૧૯૮૩ની અપાઈ છે. કવિએ પોતે લખેલી સ્વરચનાઓની પોથીઓ સારી સંખ્યામાં મળે છે, તેમ એમના ગુરુએ ઉતારેલી કવિની કૃતિઓની પ્રતો ય પ્રાપ્ય છે; છતાં કવિની જન્મસાલ સ્પષ્ટ થઈ ન કહેવાય. હાલ તો એ સાલ કવિચરિત્રની વિગત આપતા સુજલી રાસને આધારે સ્વીકારવી ઉચિત છે. સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, મારવાડી અને ગુજરાતીમાં “શ્રી નયવિજય વિબુધ પયસેવક' કવિ જસોવિજયની કૃતિઓ સવાસોથી ય વધુ છે. એમાં એમની વિદ્વાન, વિચારક, ધર્મજ્ઞ તથા કવિ લેખેની શક્તિ પ્રગટ થાય છે. શાસ્ત્ર અને તરસૂઝ પર યશોવિજયજીની કલમની સિદ્ધિ એવી મુગ્ધકર નીવડી છે કે એમને “બીજા હેમચંદ્ર”, “લધુ હરિભદ્ર” કે જૈન સંપ્રદાયમાં “ શંકરાચાર્ય” જેવું સ્થાન ધરાવનાર તરીકે બિરદાવાયા છે. એમની સમન્વયશકિત, જૈન-જૈનેતર મૌલિક ગ્રંથોનું એમનું દોહન, પ્રત્યેક વિષયના મૂળ લગી જઈને એ વિષે પોતાનો મત સમભાવપૂર્વક અને સ્પષ્ટ રીતે રજૂ કરવાની એમની રીત, સહુ જિજ્ઞાસુઓને પોતાના કઠિન અને સરલ વિચારો પહોંચતા કરવામાં એમની સફલતા, સંપ્રદાયના છતાં એનાં બંધનોની તમા તજી નિર્ભયપણે અભિપ્રાય આપવાની એમની શક્તિને યાદ કરી ૫૦ સુખલાલજી કહે છે કે, જૈન યા જૈનેતર સમાજમાં યશોવિજયજી જેવી વિશિષ્ટ વિદ્વાન હજી સુધી એમના ધ્યાનમાં આવેલ નથી. તેઓ એ પણ ઉમેરે છે કે આ કથનમાં કોઈ અતિશયતા નથી. “જૈન દર્શનને નવ્ય ન્યાયની રેલીમાં મૂકીને અપૂર્વ કાર્ય કરનાર યશોવિજયજીને શ્રી દલસુખભાઈ માલવણિયાએ “જૈન દર્શન વિશે અંતિમ પ્રમાણરૂપ” વર્ણાવ્યા છે. એમની ગુજરાતી ભાષામાં લબ્ધ થતી કૃતિઓ વિચારતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy