SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ રે પાપી ધુતારાં સ્વપ્નો, મારી મશ્કરી ન કરો. સૂતાં તમે મને સંયોગ કરાવો છો પણ જાણું છું ત્યારે તો વિયોગનો વિયોગ જ! ૧૮ સ્વપ્નનો વિભાવ આ કવિની કલ્પનાનો કેવો મૌલિક ઉન્મેષ છે! કોશાએ તો સ્નેહજીવન માણેલું છે. એના ચિત્તમાં આજે એનાં સ્મરણ ઊભરાય છે. એ દિવસો કેવી રીતે જતા હતા ? પ્રિયતમની સાથે રૂસણાં અને મનામણાં, લાડ અને રીસ, અને સદાનો સંયોગ. એ ભર્યાભર્યા સ્નેહજીવનને સ્થાને આજે નરી શુન્યતા અંતરને ફોલી રહી છે. સ્ત્રીસહજ ઉપમાનથી આ કરુણ સ્થિતિવિપર્યયને એ નારી વાચા આપે છે : વિવાહ વીત્યે જેવો માંડવો તેવી કંથ વિના હું સૂની થઈ ગઈ છું.૧૯ ફેરવી પલટાવીને, ભિન્નભિન્ન સંદર્ભો અને વિભાવોથી વિરહાવસ્થાને કવિ કેવી ચિત્રમય વિચિત્રમય અભિવ્યક્તિ આપે છે ! કોશાને એક વાત સમજાતી નથી : પાણી વિના સરોવર સુકાઈ જાય ત્યારે હંસો બિચારા શું કરે? પણ જેના ઘરે મનગમતી ગોરી છે એને વિદેશમાં કેમ ગમતું હશે ? ૨૦ પ્રિયતમની આ ઉદાસીનતા એનાથી સહન થતી નથી, અને તેથી તે ક્રોધની મારી ક્રૂર લાગે એવું અભિશાપવચન ઉચ્ચારી બેસે છે કે, “જે સ્નેહ કરીને એનો ત્યાગ કરે એના પર વીજળી પડજે.” પણ અંતે એને આ પરિણામને માટે પ્રેમ અને પ્રેમ કરનાર હૃદય જ ગુનેગાર લાગે છે: “હૃદય, પરદેશી સાથે પ્રીતિ તૈ શું જોઈને માંડી ?” છતાં પ્રીતિ કંઈ એના હૃદયમાંથી ખસતી નથી. આ અવતાર તો એળે ગયો એવી હતાશા એને ઘેરી વળે છે, અને સદા સંયોગસુખ આપે એવા અવતારનું એનું ચિત્ત કલ્પના કરી રહે છે. હું પંખિણી કેમ ન સરજાઈ કે પ્રિયતમની પાસે પાસે ભમતી તો રહેત; હું ચંદન કેમ ન સરજાઈ કે પ્રિયતમના શરીરને સુવાસિત તો કરતે; હું ફૂલ કેમ ન સરજાઈ કે એને આલિંગન તો કરી રહેત; હું પાન કેમ ન સરજાઈ કે એના મુખમાં સુરંગે શોભી તો રહેત. ૨૧ ૧૮ પાપી રે ધુતારાં સુહણડાં મુઝ મ્યું હાસું છોડ, કરઈ વોહ જગાવીનઇ સૂતાં મુંકઈ ડિ. ૧૬. ૧૯ વીવાહ વતઓ માંડવે તમ હું સૂની કંત. ૨૦. ૨૦ સકઈ સરોવર જલ વિના, હંસા કિયું રે કરેસિ, જસ પર ગમતીય ગેરડી, તસ કિમ ગમઈ રે વિદેશ. ૮. ૨૧ હું સિધ ન સરજી પંખિણ, જિમ ભમતી પ્રીઉં પાસ, હું સિઈ ન સરજી ચંદન, કરતી પ્રિયતનું વાસ. ૩૧. હું સિં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિંઇ ન સરજી પાન. ૩ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy