SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ લખ્યું હતું, પરંતુ એની સાચી કવિતા લોકોએ ઝીલી લીધી અને અભ્યાસીઓએ એને લક્ષમાં રાખી દયારામનું મૂલ્યાંકન કર્યું. જૈન કવિતા સંપ્રદાય બહાર ઝિલાય નહિ એ સમજાય એવું છે, પણ અખૂટ જૈન સાહિત્ય ભંડારમાંથી સાચી કવિતાની વીણણી કરી, એનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું કામ આપણે કર્યું નથી. જેન સાહિત્યનું આ રીતે સંશોધન-સંપાદન થશે ત્યારે, સંભવ છે કે, બીજી હરોળના કેટલાક સારા કવિઓ અને તેમનાં કાવ્યો આપણને મળશે. જૈન કવિઓનો હેતુ ધર્મપ્રચારનો હોવા છતાં એમણે એ પ્રચારના સાધનની પસંદગી વિશાળ ક્ષેત્રમાંથી કરી છે. એમણે માત્ર જૈન પૌરાણિક કથાઓનો જ આશ્રય લીધો છે એવું નથી, લોકવાર્તાના અખૂટ ખજાનાને એમણે ઉપયોગમાં લીધો છે. વળી, જૈનેતર પૌરાણિક આખ્યાન–વસ્તુનો ઉપયોગ કરવાનું પણ એ ચૂક્યા નથી, જ્યારે જૈનેતર કવિઓએ જૈન કથાવસ્તુને હાથે ય અડાડ્યો નથી. જેના સંપ્રદાય તો નવીન હતો. એણે લોકસમુદાયને આકર્ષવા માટે લોકસમુદાયમાં પ્રચલિત કથાવાર્તાસાહિત્યનો ઉપયોગ કરવો રહ્યો. જૈનેતર કવિઓને આવી જરૂર ન પડે તે સમજાય એવું છે. અર્વાચીન યુગમાં આપણું કવિઓએ પ્રાચીન કથાવસ્તુનો આશ્રય લઈને એમાંના રહસ્યબીજને સ્વતંત્ર દષ્ટિથી જોઈ વિકસાવ્યું હોય એવું ઘણીવાર બન્યું છે, પણ અહીં પણ એમનું લક્ષ મોટે ભાગે હિંદુ કથાસાહિત્ય તરફ જ ગયું છે. કયારેક એમની દષ્ટિ બૌદ્ધ કથા-સાહિત્ય તરફ ગયેલી પણ જોવા મળે છે. પરંતુ વિશિષ્ટ જેન કથાઓને સારા કવિનો પ્રતિભાસ્પર્શ મળ્યો હોય એવું જાણ્યામાં નથી. કેટલીક જૈન કથાઓની ક્ષમતા આ દૃષ્ટિએ તપાસવા જેવી ગણાય. આવી ક્ષમતાવાળી એક કથા સ્થૂલિભદ્રની છે. સ્નેહનાં બંધનમાં બંધાઈ જ્યાં બાર વર્ષ ગાળ્યાં હતાં એ કોશ વેશ્યાના આવાસમાં વૃલિભદ્ર, મુનિશે, ચાતુર્માસ ગાળવા આવે છે. સ્થૂલિભદ્રને માટે આ કેવો નાક અને કટોકટીભર્યો કાળ હશે ! પ્રિયતમનું સ્વાગત કરવા થનગની ઊઠેલી કોશાએ કેવાં અણધાર્યા સંવેદનો અનુભવ્યાં હશે ! રાગ–વિરાગના સંઘર્ષે કેવાં કેવાં રહસ્યમય રૂપ ધારણ કર્યો હશે ! આવી બીજી બે કથાઓ–અલબત્ત જૈનેતર-જાણીતી છે. એક રાજા ભર્તૃહરિની, જેમણે હદયરાણી પિંગલાનો, “મયિ સા વિરક્તા” એવું કરુણ ભાન થતાં, ત્યાગ કર્યો અને એક દિવસ એને જ બારણે ભિક્ષક બનીને આવી ઊભા. બીજી ભગવાન બુદ્ધની, જેમણે જગતના દુ:ખની જડીબુટ્ટી શોધવા પ્રિય યશોધરાને સૂતી મૂકી મહાભિનિષ્ક્રમણ આદર્યું અને એક દિવસ જગતના બનીને એની સામે આવી ઊભા. આ કથાઓમાં ત્યાગ કરતાં પુનર્મિલનની ક્ષણ વધારે રોમાંચક, ધાર્મિક અને રહસ્યમય છે; કેમકે ત્યારે નૂતન જીવનદિશા, નૂતન અભિજ્ઞાન અને નૂતન સંબંધનાં દ્વાર ખૂલે છે. આ ક્ષણ ભારે શક્યતાવાળી હોય છે પણ એની શક્યતાને મૌલિક રીતે જેવી–ખીલવવી એ ઘણું જ દુષ્કર કાર્ય છે. કોશાની જ સામે, કોશાના જ આવાસમાં, વસાહાર કરીને કામવિજ્ય સિદ્ધ કરનાર સ્થલિભદ્ર જૈનોના એક અત્યંત આદરણીય આચાર્ય છે. એમના વિષે પ્રાચીન ગુજરાતીમાં ઘણાં કાવ્યો લખાયાં છે. કદાચ નેમરાજુલવિષયક કાવ્યો પછી સંખ્યાની દૃષ્ટિએ સ્થૂલિભદ્રવિષયક કાવ્યો આવતાં હશે. પણ દેખીતી રીતે જ નેમિનાથના કરતાં યૂલિભદ્રના જીવનની ઘટનાઓ વધારે ભાવક્ષમ છે. સ્થૂલિભદ્ર ૧ શ્રી જયભિખ્ખએ જૈન પૌરાણિક સાહિત્યમાંથી વસ્તુ લઈ નવલકથાઓ લખી છે. શ્રી મડિયાની એકબે વાર્તાઓમાં જૈન કથા-પ્રસંગોનો ઉપયોગ થયો છે. પણ આ બન્ને લેખકે જૈનધર્મ છે. આ સિવાય પણ થોડું લખાયું હશે કદાચ, પણ વિશિષ્ટ સર્જકતાવાળી કોઈ કૃતિ ખરી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy