SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ચર્થી પ્રકારમાં દેવચંદ્રજી, કુમારપાળવિરચિત આત્મનિંદા વગેરે આગળ છે. આપણે મોહનવિજ્યજીથી શરૂઆત કરીએ : શિવ પદ દેવાં જ સમરથ છો, તો યશ લેતાં શું જાય ? હો પ્રભુજી! ઓળભડે મત ખીજે. એટલું ખરું કે જૈન સ્તવનો, સજઝાયાદિ પ્રાચીન છંદો કે અખાની માફક છપામાં રચાયાં નથી એટલે હાલ લોકભોગ્ય નથી. પરંતુ એવી રીતના રાગ-રાગિણીમાં રચાયેલાં છે કે જે સામાન્ય માણસ પણ ગાઈ શકે–એની પ્રવાહિતાનો આનંદ માણી શકે. હાલ માત્ર જરૂર છે તેવા રાગોને પ્રચલિત કરવાની. આપણા સંગીતકારો પાસેથી આટલી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. જોકે ચિત્રપટ સંગીતમાં રચ્યાપચ્યા રહેતા જૈન યુવકો જ આ વસ્તુને પિછાનતા નથી. ક્ષણિક કર્ણપ્રિયતાને વર્ય ગણી, આમ અંધારામાં રહેલી કૃતિઓને ઓપ આપવાની જરૂર છે. નીચેના સ્તવનનો ઢાળ જુઓ : બાલપણે આપણુ સસનેહી રમતાં નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તો સંસારની વેશે, હો પ્રભુજી! ઓળંભડે મત ખીજે. –મોહનવિજયજી સતયુગમાં, જૈન પરિભાષામાં કહું તો ચતુર્થ આરામાં, લોકો ઘણા ભકિક હતા અને અલૌકિક પુરુષો વિદ્યમાન હોવાથી લોકોદ્ધાર તાત્કાલિક થતો. જ્યારે આજે કળિયુગ—પાંચમો આરો, અને લોકો મનના મેલાં, એટલે ઈશ્વરની અમીદ્રષ્ટિ થાય નહિ. આ સામે કવિનું હૃદય બળવો પુકારે છે, અને મીઠાશથી કહે છે : શ્રી શુભવીર પ્રભુજી મળે કાળે રે, દીયંતા દાન રે શાબાશી ઘણી. -બાર વ્રતની પૂજા : ૫૦ વીરવિજયજીકૃત તો કોઈ જગ્યાએ હદય ભક્તિથી છલકતું હોય પણ આપણી લાગણી આપણું વાલમના ખ્યાલ બહાર રહેતી હોય એવી આપણને આશંકા થાય ત્યારે વિનતિરૂપે વીરવિજયજીની પંક્તિઓ જુઓ : ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર-વેરીને વારજો રે, તાર દીનદયાળ. --નવાણું પ્રકારની પૂજા : ૫૦ વીરવિજયજીકૃત જેમ શ્રી વીરવિજયજી મોંઘા કાળમાં વરસ્યાની ખરી કિંમત આંકે છે તેમ ચિદાનંદજી પણ આ જ વાતને જરા જુદા સ્વરૂપે રજૂ કરે છે : મોહ ગયે જે તારશો, ઈણ વેળા હો કહો તુમ ઉપગાર ? સુખ વેળા સજજન અતિ દુ:ખ વેળા હો વિરલા સંસાર, પરમાતમ પૂરણ કળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy