SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો ઃ ૧૩૭ પ્રભુજી જઈ અળગા વસ્યા - તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર, ઋષભ જિjદશું પ્રીતડી. ઈશ્વર સાથે પ્રીતડી બાંધવી છે, પણ કેમ બંધાય? પ્રભુજી તો શિવનગરમાં જઈ વસ્યા. કોઈ કહેશે : પત્ર દ્વારા અગર મુક્તિ પામતા જીવો સાથે સંદેશો મોકલાવીને પ્રીતિ થઈ શકે, તો તેનો પ્રત્યુત્તર પણ શ્રી દેવચંદ્રજી પાસે હાજર જ છે : કાગળ પણ પહોંચે નહિ નવિ પહોંચે હો તિહાં કો પરધાન, જે પહોંચે તે તુમ સમો નવિ ભાંખે હો કોઈનું વ્યવધાન, ઋષભ જિણું શું પ્રીતડી. ઉપરની વેદનામાં આપણે પ્રેમની અધુરપ જોઈ. એકમાં આત્મા પર-રમણીમાં રમમાણ છે, તો બીજમાં વિરહ-વેદનાને ઉત્કટ દર્શાવી છે. પરંતુ જે પ્રેમાનુભવ કરે છે એનું શું? એ માટે તો શ્રી મોહનવિજયજીની પંક્તિઓ જુઓ : પ્રીતલડી બંધાણી રે, અજિત જિણું શું... શ્રમજીવી મનુષ્યનો વિચાર કરો. ગ્રામીણ ચિત્ર મન સમક્ષ ખડું કરો. આખા દિવસના પરિશ્રમ પછી ઘેર આવતાં ખેડૂત કેટલો પ્રફુલિત થાય છે! આનંદઘનજી, વીરવિજ્યજી, તેમ જ મહોપાધ્યાય યશોવિજ્યજી સામાજિક વાતાવરણ, ધર્મની બાબતો, તત્ત્વની નિરર્થક ચર્ચા અને સાંસારિક પાપમય જીવન–એ બધું છોડી ઈશ્વરને નિહાળે છે, સ્વગૃહે આવે છે, ત્યારે કેવા હૃદયંગમ ઉદ્ગારો નીકળે છે !: દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદ શું રે ભેટ, ધિંગ ધણી માથે કિયો રે, કુણ નર ગજે ખેટ, વિમલજિન! દીઠાં લોયણ આજ. –આનંદધનજી એ જ રીતે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પોતાની આગવી કાવ્યશક્તિ દ્વારા ભૂખ્યાને ભોજન નહિ. પરંતુ ઘેવર જેવાં પકવાન મળે અને જે આનંદ થાય એવો જ આનંદ ભગવાનનાં દર્શનથી ભક્તને થાય છે એ વાતનું યથાર્થ નિરૂપણ કરે છે : ભૂખ્યા હો પ્રભુ, ભૂખ્યા મળ્યા ધૃતપૂર તરસ્યા હો પ્રભુ, તરસ્યા દિવ્ય ઉદક મિલ્યાં છે...દીઠી હો પ્રભુ આ સાથે મીરાંબાઈના ઉદ્ગારો પણ સરખાવીએ : પાયોજી મૈને રામ રતન ધન પાયો. આજના યુગમાં લખાતી પ્રણયત્રિકોણની વાર્તાઓના વાચકને કદાચ થશે કે આ પણ પ્રણય-ત્રિકોણને અંતે સર્જતો સુખાંત છે; પણ એવું નથી. વાર્તામાં બનતી વાતો કાલ્પનિક પાત્રો માટે બને છે, જ્યારે ઉપરનાં રસદર્શનમાં જણાવેલી હકીક્ત આપણા સર્વેના જીવનમાં અનુભવાતી ખરી સંવેદના છે. જ્યારે સાધક નિજ પિયાની (સુમતિની) વિનતિ અવગણે છે, અને આખરે પસ્તાય છે ત્યારે શું થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy