SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અંડકથાના આંતરપ્રવાહો ઃ ૧૨૩ પરણાવવા ઈચ્છતો નથી, અને તેણે અંબાને કેદ પકડવા સૈનિકો મોકલ્યા. અંબડ અને સૈનિકો વચ્ચે યુદ્ધ થતાં સૈનિકો હારી ગયા. રાજા અંબાની જાદૂઈ અને સિદ્ધવિદ્યાઓના પ્રભાવથી અંજાઈ ગયો અને પોતાની પુત્રી તેને પરણાવી અને સિદ્ધિવિદ્યાના પ્રતીકરૂપ પોતાને મહામુકુટ પણ તેને ભેટ આપ્યો. આ રીતે, અંબેડકથા જૂની ગુજરાતીમાં અવતાર પામેલી ‘સિંહાસનબત્રીશી', “વેતાલપચીસી” અને “પંચદંડ છત્ર' જેવી વિક્રમની વાર્તાઓ પર વ્યાપક અસર કરનાર કથા છે; જયારે અંડકથાનું વસ્તુ બૃહત્કથા”, “વસુદેવ-હિંડી”, “બૃહત્કથાશ્લોકસંગ્રહ”, “કથાસરિત્સાગર’ અને ‘બૃહત્કથામંજરી' આદિ કથા ગ્રંથોની અસરથી વિકાસ પામ્યું છે. ઉપર્યુકત સર્વ વાર્તાગ્રન્થોમાં જાદૂઈ વિદ્યા એ મુખ્ય કથાઘટક (Motif) તરીકે પ્રયોજાયું છે. અંબકથામાં અબડે અનેક સિદ્ધિવિદ્યાઓ અને જાદૂઈ વિદ્યાઓ પ્રાપ્ત કરી માટે તે વિદ્યાધર (Holder of Magic Sciences) કહેવાયો. સિદ્ધવિદ્યાનાં પ્રતીકરૂપ તાલ અને વિક્રમ, એ વિક્રમનાં વાર્તાચકોને સળંગસૂત્રથી સાંધતાં પાત્રો છે. વિક્રમ એ કોઈ રાજા, મહારાજા કે સમ્રાટ હતો કે કેમ એ સમસ્યા બાજુએ રાખીએ તો, તે સર્વ જાદૂઈ વિદ્યામાં પારંગત એક વિદ્યાધર હતો. એમ વિક્રમ-વિષયક વાર્તાચક્રોમાંથી નિષ્પન્ન થાય છે; અને બૃહત્કથા” તેમ જ “કથાસરિત્સાગરની વાર્તાઓનો નાયક નરવાહનદત્ત, “વસુદેવ-હિંડી’નો નાયક વસુદેવ, અને આચાર્ય મુનિરત્નસૂરિ-વિરચિત “અંબડચરિત્ર”નો નાયક અંબડ વિદ્યાધર આદિ પાત્રોનું રૂપાન્તર થતાં, આપણને પ્રસિદ્ધ વિક્રમ વાર્તાચક્રોના નાયક વિક્રમનું લોકપ્રિય પાત્ર મળ્યું છે. આચાર્ય હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાંના ભરત આદિ ચક્રવર્તીઓએ પણ કેટલેક અંશે વિક્રમના પાત્રના ઘડતરમાં ઠીક ફાળો આપ્યો છે. આમ સમગ્ર રીતે જોતાં, પુરોગામી અને અનુગામી ભારતીય કથાસાહિત્યમાં, અંબડકથા અને તેનો નાયક અંબડ વિદ્યાધર એક મહત્વની કડીરૂપ સ્થાન ધરાવે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ, વિટંબનાઓ અને વિપત્તિઓમાંથી પસાર થઈ અનેક પરાક્રમો અને પ્રચંડ પુરુષાર્થ કરનાર, અનેક જાદૂઈ વિદ્યાઓ સિવિદ્યાઓ, તાંત્રિક વિદ્યાઓ અને રસવિદ્યા પ્રાપ્ત કરનાર વીર અંબડ વિદ્યાધરનું તેજસ્વી, ભવ્ય અને પ્રાણવાન પાત્ર ખરેખર લોકોનાં હૃદય, કલ્પના અને જિજ્ઞાસાવૃત્તિને લાંબા સમય સુધી સતેજ રાખશે. એમાં શંકા નથી. - Sછે ) ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy