SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અબડકથાના આંતરપ્રવાહો ઃ ૧૧૯ ઘણું સામ્ય છે. “બૃહત્કથા', “વસુદેવ-હિંડી', “બૃહત્કથાલોકસંગ્રહ” આદિ વાર્તાસંગ્રહોની માફક, અંડકથા અને વિક્રમનાં વાર્તાચક્રોમાં, એક મુખ્ય વાર્તા છે, જે સમગ્ર કથાને એકસૂત્રે સાંધે છે અને કથાની સમાપ્તિ આ મુખ્ય વાર્તાના કથાતંતુ દ્વારા થાય છે. મુખ્ય વાર્તામાંથી ઉપવાર્તાઓ ફૂટતી જાય છે. એક ઉપવાર્તામાંથી બીજી, અને બીજીમાંથી ત્રીજી એમ ઉપવાર્તાઓ ફૂટ્ય જ જાય છે. એમાં દરેક વાર્તા સ્વતંત્ર વાર્તા તરીકેનું વ્યક્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પણ તે સમગ્ર કથાના સ્થાપત્યના અંશ તરીકે શોભા આપે છે. વિક્રમની વાતોચકો અને અડકથાનું સ્વરૂપઘટને આ રીતે એકબીજા સાથે ઘણું સામ્ય ધરાવે છે. અંબડકથામાં સિંહાસનબત્રીસી, વેતાલપચીસી અને પંચદંડ છત્રની વાર્તાઓના તાણાવાણા સુધટ રીતે વણાયેલા છે. જેમ વિક્રમ અનેક પ્રકારના અન્તરાય અને અવરોધોમાંથી પુરુષાર્થ અને પરાક્રમો વડે બહાર આવે છે, તેમ અંબડ પણ એક વીર તરીકે અનેક મુશ્કેલીઓનો સામનો કરી, ઘણાં સાહસ કરે છે. વિક્રમ અને અંબડ બન્ને કાલ્પનિક વીર પાત્રો છે, છતાં તેઓના આંતર વ્યકિતત્વ દ્વારા તેઓ જીવતીજાગતી તરવરતી વ્યક્તિઓ હોય એવી છાપ આપણા મન પર પડે છે. વાસ્તવિક જીવનમાં માનવી અનેક મુશ્કેલીઓના જતરડામાંથી પસાર થઈ અનેક પ્રકારની કસોટીઓમાંથી તરી પાર ઊતરી જે તેજસ્વી, ભવ્ય અને પ્રાણવાન વ્યક્તિત્વની છાપ આપણું મન પર પાડે છે, તેવી જ માન અને પ્રશંસાની ભાવના, વિક્રમ અને અખંડ આપણું હૃદયમાં પેદા કરે છે. પ્રૉડ બ૦ ક. ઠાકોરે અબડકથા વિષે આ પ્રમાણે વિધાન ર્યું છે: .........સિંહાસનબત્રીસી” નામે આપણા રાસથમાં આવું જરૂરી પ્રથમપહેલું સ્થાન આ “અંબડ વિદ્યાધર રાસ’નું છે; સિંહાસનને જે બત્રીસ પૂતળીઓ છે, જેમાંની દરેક પોતાનો વારો આવતાં એક કથાનક કહે છે. એ બત્રીશે પૂતળી મૂળ કોણ હતી, અને સિંહાસનમાં ક્યારે શાને જોડાઈજડાઈ ગઈ તેની કથા જ આ “એબડ વિદ્યાધર રાસ'. એ બત્રીસ પૂતળીઓ તે અંબડ વિદ્યાધરની બત્રીશ રાણીઓ. અંબડ એક સામાન્ય નિર્ધન સાધનહીન ક્ષત્રિયમાંથી મહામોટો રાજા અને અનેક અલૌકિક વિદ્યાઓનો જ્ઞાતા વિદ્યાધર કેવી રીતે થયો તથા આ એક પછી એક આ બત્રીશ રાણીઓને કેવી રીતે પરણ્યો, તે સર્વ અભુત બનાવોની કથા તે જ આ “અંબડ વિદ્યાધર રાસ ”....... આમ, પ્રૉઠાકોર અંબડકથાને સિંહાસનબત્રીશી' સાથે ઘણું સામ્ય ધરાવતી, “સિંહાસનબત્રીશી'ની પૂર્વઆવૃત્તિસમી ગણાવે છે. પણ “પંચદંડછત્ર” –-વિષયક વિક્રમના વાર્તાચક્રના મારા અધ્યયન દરમ્યાન અબડકથાનું “પંચદંડછત્ર” સાથે મને ઘણું સામ્ય લાગ્યું છે. મુનિરત્નસૂરિએ “અંબચરિત્ર”ની પોતાની સંત કતિની પુપિકામાં “પંચદંડછત્ર” અને ગોરખયોગિનીના સાત આદેશનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે? यत्पुर्यामुज्जयिन्यां सुचरितविजयी विक्रमादित्यराजा. वैतालो यस्य तुष्टः कनकनरमदाद्विष्टरं पुत्रिकाश्रिः। अस्मिन्नारूढ एवं निजशिरसि दधौ पञ्चदण्डातपत्रं चने वीराधिवीरः क्षितितलमनृणां सोऽस्ति संवत्सरङ्कः ॥ ३६ ॥ इत्थं गोरखयोगिनी वचनतः सिद्धोऽम्बडः क्षत्रियः सप्तादेशवरा सकौतुकभरा भूता न वा भाविनः। द्वात्रिंशन्मितपुत्रिकादिचरितं यद् गद्यपद्येन तत् । चक्रे श्रीमुनिरत्नसूरिविजयस्तद्वाच्यमानं बुधैः ॥ ३७ ।। इत्याचार्यश्रीमुनिरत्नसूरिविरचिते अम्बडचरिते गोरखयोगिनीदत्तसप्तादेशकरअम्बडकथानकं सम्पूर्णम् ॥ ૧ ઠાકોર, બ૦ ક૭ (સંપાદિત)ઃ “અખંડ વિદ્યાધર રાસ', પ્રસ્તાવના, ૫૦ ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy