SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખાં : ૧૧૩ (૧૮) સંવત ૧૩૫૯......મોઢ જાતીય ૪૦ દેાકેન ભાત હીરલ પુણ્યાય બિંબં કારિત પ્રતિ શ્રી જાણ્યોધરગચ્છે શ્રી હરિપ્રભસૂરિભિઃ ॥ આ અઢાર લેખો(૧-૧૮)નો સમયપષ્ટ સં૦ ૧૨૭૬(ઈ૦ ૦ ૧૨૨૦)થી સં॰૧૩૫૯ (ઈસ૦ ૧૩૦૩) એટલે કે ૮૩ વર્ષનો છે. આ સમયે ગુજરાતની ગાદી પર સોલંકી રાજાઓ ભીમદેવ ખીજો (લવણુપ્રસાદની મદદ દ્વારા પુનઃ સત્તાપ્રાપ્તિનો સમય ઈ. સ૦ ૧૨૨૫-૧૨૪૨), ત્રિભુવનપાલ (ઈ સ૦ ૧૨૪૨-૧૨૪૪) અને વાઘેલા—સોલંકી વંશના રાજવીઓ હતા. આમ આ સમય દરમ્યાન સોલંકીની મુખ્ય શાખાનો અંત અને ઉપશાખા વાધેલા–સોલંકીનો ઉદય તેમ જ અસ્ત જોવામાં આવે છે. આ બધા લેખો અનુક્રમે (૧) સં૦ ૧૨૭૬ (ઈ સ૦ ૧૨૨૦); (૨) સં૦ ૧૨૭૯ (ઈ સ૦ ૧૨૨૩); (૩-૪) સં૦ ૧૨૯૬ (ઈ સ૦ ૧૨૪૦); (૫) સં૦ ૧૨૯૭ ( સ૦ ૧૨૪૩); (૬) સં૦ ૧૨૯૮ (ઈ॰ સ૦ ૧૨૪૪); (૭-૮) સં૦ ૧૩૦૫ (ઈ॰ સ૦ ૧૨૪૯); (૯) સ૦ ૧૩૧૧ (ઇ સ૦ ૧૨૫૫); (૧૦) સં૦ ૧૩૨૯ (ઈ૦ સ૦ ૧૨૭૩); (૧૧) સં૦ ૧૩૩૩ (ઈ॰ સ૦ ૧૨૭૭); (૧૨-૧૩) સં૦ ૧૩૩૪ (ઈ॰ સ૦ ૧૨૭૮); (૧૪) સં૦ ૧૩૩૭ (ઈ સ૦ ૧૨૮૧); (૧૫) સં૦ ૧૩૪૧ (ઈ. સ૦ ૧૨૮૫); (૧૬) સં૦ ૧૩૪૪ (૦ સ૦ ૧૨૮૮); (૧૭) સ૦ ૧૩૪૬ (ઈ સ૦ ૧૨૯૦); અને (૧૮) સં૦ ૧૩૫૯ (ઈ સ૦ ૧૩૦૩)ના છે. આ લેખો પૈકીના બે લેખ (૩-૪) સં૦ ૧૨૯૬ (ઈ॰ સ૦ ૧૨૪૦)ના છે. તે પૈકી એક લેખ(૩)માં મિતિ કે વાર આપેલ નથી; તો બીજા લેખમાં મિતિ આપી છે પણ વારનો ઉલ્લેખ નથી. બીજા એ લેખ (૭–૮) સં૦ ૧૩૦૫ (ઈ॰ સ૦ ૧૨૪૯)ના છે. બંનેમાં મિતિનો ઉલ્લેખ કર્યો છે, પણ વારનો નિર્દેશ નથી. સં૦ ૧૩૩૪(ઈ૰ સ૦ ૧૨૭૮)ના પણ એ લેખો છે (૧૨-૧૩). તે પૈકી એક લેખ(નં૦ ૧૨)માં મિતિનો ઉલ્લેખ કર્યો છે, પણ ધસારાના કારણે વાર વંચાતો નથી. બીજા લેખ– (નં૦ ૧૩)માં તિથિ અને વારનો ઉલ્લેખ સ્પષ્ટ વંચાય પણ માસ–પખવાડિયાના અક્ષરો ધસાઈ ગયા હોવાને કારણે વાંચી શકાતા નથી. આ અઢાર લેખો પૈકી ત્રણ લેખો(નં૦ ૩, ૯ અને ૧૮)માં માત્ર સાલનો જ નિર્દેશ કર્યો છે અને મિતિ, વારની વિગત મળતી નથી. વળી છ લેખો(નં ૫, ૬, ૧૦, ૧૩, ૧૪, ૧૭)માં અનુક્રમે ભોમ (મંગળ), શિન, શુક્ર, શનિ, સોમ, ભોમ(મંગળ)વારનો ઉલ્લેખ કર્યો છે. બાકીના લેખોમાં વારનો નિર્દેશ કર્યો નથી. આ અઢાર લેખો પૈકીના નં૦ ૧ અને ૪માં માઘ માસનો અને નં૦ ૫ અને ૧૭માં ચૈત્રનો; નં૦ ૬, ૧૦, ૧૧, ૧૨ અને ૧૪માં વૈશાખનો, નં૦ ૨, ૧૫ અને ૧૬માં જ્યે(જે)નો અને નં૦ ૧ તથા ૮માં અષાઢ માસનો ઉલ્લેખ કર્યો છે. આ સર્વ લેખોનું લખાણ સુવાચ્ય અને સ્પષ્ટ છે. તેમ છતાં ધસારાને કારણે કેટલાક લેખોની વિગતો ભૂંસાઈ ગઈ છે. દા. ત॰, નં૦ પના લેખમાં પિતૃ...... પછીના અક્ષરોમાં પ્રતિમાના નામનો ઉલ્લેખ ધસાઈ ગયો લાગે છે. લેખ નં૦ ૭માં બિંબ ભરાવનાર વ્યક્તિનું નામ ધસાઈ ગયું છે. લેખ નં૦ ૮માં જેમની પ્રેરણાથી ઋષભનાથની પ્રતિમા ભરાવી છે તે જિનસરસૂરિના શિષ્ય સુરિનું નામ તથા પ્રતિમા ભરાવનાર વ્યક્તિનું નામ ધસાઈ ગયેલ છે. લેખ નં૦ ૧૨માં વાર ભૂંસાઈ ગયો છે તે સાથે જેના શ્રેયાર્થે આદિનાથનું બિંબ ભરાયું છે તે વ્યક્તિનું નામ ઘસાઈ ગયું છે. લેખ નં૦ ૧૩માં માસ, પક્ષ અને અંતિમ પંક્તિના કેટલાક અક્ષરો ધસાઈ ગયા છે. નં૦ ૧ના લેખમાં સંવત અને ગચ્છના ઉલ્લેખ સિવાય બીજી કોઈ વિગત નોંધાઈ નથી. આથી બાકીનું લખાણ સંભવતઃ ભૂંસાઈ ગયું હશે તેવું અનુમાન થાય છે. લેખ નં૦ ૫, ૯ તથા ૧૮માં તીર્થંકરોનાં નામનો ઉલ્લેખ ન કરતાં માત્ર બિંબ ભરાવ્યાનો જ નિર્દેશ કર્યો છે. સુશ્ર્ચ૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy