SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિ મા લે છે* કાંતિલાલ ફૂલચંદ સોમપુરા નવનીતલાલ આનંદીલાલ આચાર્ય ઘોઘા ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલું પ્રાચીન બંદર છે. ભાવનગર વસ્યું એ પહેલાંનું એ છે. * ભાવનગરથી તે ૨૨૪ કિ.મી. દૂર આવેલું છે. પ્રાચીન સમયથી જ ઘોઘામાં જૈનોની વસતિ સારા પ્રમાણમાં હતી. જેનોની પ્રાચીન જાહોજલાલીના પ્રતીકરૂપ ત્રણ વિશાળ જૈન મંદિરોનવખંડા પાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ તથા જીરાવાલા પાર્શ્વનાથ–ત્યાં આવેલાં છે. તેમાં નવખંડ પાર્શ્વનાથનું મંદિર સુવિખ્યાત છે. તેના વિશાળ પ્રાંગણમાં નેમિનાથ, સમવસરણ, સુવિધિનાથ તથા શાંતિનાથનાં મંદિરો આવેલાં છે. આ લેખોમાંની વિગતોની તારવણી કરી તીર્થકરોનાં, સૂરિઓનાં, ગોનાં, જ્ઞાતિઓ અને અટકોનાં, સ્થળોનાં તથા સ્ત્રીપુરુષોનાં નામની સૂચિઓ લેખમાં આપેલી છે. તે ઉપરથી ઈસુની ૧૩મી સદીમાં ઘોઘાના જૈન સમાજના પ્રવર્તમાન ગચ્છો, જ્ઞાતિઓ, અટકો વિશે માહિતી મળી શકે છે. વળી, આ સમયથી જ બહુધા પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રત્યેનો સવિશેષ ભાવ પણ પ્રકટ થતો વરતાય છે. ગુજરાતમાં મુખ્યત્વે આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર પ્રત્યે સવિશેષ ભક્તિભાવ પહેલેથી જ હોવાનું આ લેખો પરથી સૂચિત થાય છે. વળી, ઘણાખરા લેખોમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાવનાર સૂરિનું નામ છે, જે તેમનો સમયનિર્ણય કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. લેખોના સમય દરમ્યાન ઘોઘાનો જૈન પ્રતિમાનિધિ' એ શીર્ષક નીચે શ્રી મધુસૂદન ઢાંકી તથા શ્રી હરિશંકર પ્ર. શાસ્ત્રીએ એક ટૂંકો પરિચયલેખ પ્રકટ કર્યો હતો (ફાર્બસ ગુજરાતી વૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૬૫). ઘોઘાની ઉપર્યુકત પ્રતિમાઓ પર ઉકીર્ણ લેખોની વાચના અને શ્રી ઢાંકીએ મોકલી આપી છે તે માટે અમે શ્રી ઢાંકી તેમ જ ગુજરાત સરકારના પુરાતત્ત્વ ખાતાના ઋણી છીએ. પ્રસ્તુત લેખોમાં ઉપર્યુક્ત પ્રતિમાલેખોના આધારે ઉપલબ્ધ વિસ્તૃત માહિતી રજૂ કરી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy