SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ જુદી પડે છે. શ્રી રત્નમણિરાવના મત મુજબ આ કુંડળીનો ફલાદેશ “મિરાતે અહમદીમાંની કુંડળીના ફલાદેશ કરતાં અમદાવાદની કારકિર્દીને વધારે સારી રીતે લાગુ પડે છે. ૧૭ પરંતુ આ મિતિ તથા કુંડળીની ચોકસાઈ કરતાં, એ બંને શંકાસ્પદ ઠરે છે. શક ૧૩૩૩ની વૈશાખ સુદ પાંચમે મંગળવાર હતો ને ત્યારે ઈ. સ. ૧૪૧૧ની સાલ ચાલતી, જ્યારે ઈ. સ. ૧૪૧૨માં એ તિથિએ શનિવાર હતો ને શક વર્ષ ૧૩૩૪ હતું. આથી એ મિતિમાં શક વર્ષ અને ઈસ્વી સનનો તેમ જ તિથિ અને વારનો મેળ મળતો નથી. એવી રીતે એ વર્ષોના પ્રદ્યોગોમાં શનિ, ગુરુ અને રાહુ જેવા મંદ ગતિના ગ્રહો પણ આપેલી રાશિ પ્રમાણે બિલકુલ બંધબેસતા નથી. - અમદાવાદની વંશાવળીમાં અહમદશાહે વિ. સં. ૧૪૫૧માં અમદાવાદ વસાવી ૧૪૫૮માં એનું વાસ્તુ કર્યું એમ જણાવ્યું છે. પરંતુ અહમદશાહ સં. ૧૪૬૭( ઈ. સ. ૧૪૧૧)માં તખ્તનશીન થયો હોઈએ વર્ષો સંભવિત નથી. એ જ ગ્રન્થમાં ગુજરાતના રાજાઓની વંશાવળીમાં અહમદશાહે સંવત ૧૪૮ની વૈશાખ સુદિ ૭ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં પ્રથમ પ્રહરમાં અમદાવાદ વસાવ્યું એવું જણાવ્યું છે. ૧૯ આ મિતિ શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબન્ધમાં જણાવેલી મિતિ સાથે મળતી આવે છે. પરંતુ અગાઉ જણાવ્યા મુજબ તિથિ, વાર અને હિજરી સનનો મેળ મળે નહિ. શ્રી હરિહરભાઈ ભટ્ટ અમદાવાદની સ્થાપનાના દિવસ વિશે વિચાર કરતાં, “મિરાતે અહમદીમાં જણાવિલી સંવત ૧૪૪૯ શક ૧૩૧૪ની મિતિને, એ સમયે હિ.સ. ૭૯૫ હોઈ, અસંભવિત માની, તેમાં જણાવેલી હિ. સ. ૮૧૩ની સાલને જ પ્રમાણભૂત ગણી છે.ર૦ હિજરી સનની તારીખ સાથે વારનો મેળ તપાસતાં, તેમણે ખરી તારીખ લિકાદ મહિનાની ત્રીજી નહિ, પણ બીજી હોવાનું પ્રતિપાદિત કર્યું છે. એ દિવસે સં. ૧૪૬૭ને શક ૧૩૩૨ની ફાગણ સુદ ૩ અને ઈ. સ. ૧૪૧૧ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખ આવે છે. એ દિવસે શહેરની સ્થાપના સૂર્યોદયાત ઘડી ૧૫ પળ ૩૫ સમયે થઈ ગણીને એ પરથી શ્રી ફણસેએ એની કુંડળી તૈયાર કરી છે . એ સમયે કેતકી પ્રમાણે અયનાંશ ૧૫° ૪૦' હતા. શ્રી રત્ન ૧૭ ગુજરાતનું પાટનગરઃ અમદાવાદ, પૃ. ૭૮૫-૮૭. શ્રી રત્નમણિરાવ “મિરાતે અહમદી'ની કુંડળીમાં ત્રીજા ભાવમાં કેતુ અને નવમા ભાવમાં રાહુ હોવાનું જણાવે છે, જયારે શ્રી આપકે એમાં રાહુ ત્રીજામાં અને કેતુ નવમામાં હોવાનું જણાવે છે. મળ કુંડળી જોતાં આમાં શ્રી રત્નમણિરાવની સરતચક થઈ લાગે છે; ખરી રીતે શ્રી આપટેનો અનુવાદ બરાબર છે. શ્રી ગિરિજાશંકરે બનાવેલી કુંડળીમાં પણ રાહુ-કેતુનાં સ્થાન એ પ્રમાણે આવે છે. ૧૮ ફોર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની યાદી, પૃ૦ ૨૫૪, ૧૯ ઍજન, ૫૦ ૫૧- પર. ૨૦ જ્યોતિષદર્શન, વર્ષ ૨, અંક ૧૦-૧૧ (ઑકટોબર-નવેમ્બર, ૧૫૫૧), “અમદાવાની સ્થાપનાનો દિવસ' (પૃ. ૧૯-૨૦) ૨૧ કુંડળી આ પ્રમાણે છે: સાયન * નિરયન * ને ૩ પ્લેટ ૨ - - ની. 1. ko - - ને ( સરકારી જકાતનાક ૧૨. - - > ૧૧ બુ - - ૧૧ હ STROMY * સૂ ર મ બુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy