SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ રજૂ કરતો એક વિશિષ્ટ ચરિત્રાત્મક ગ્રંથ છે. જોકે તે વસ્તુપાલના અવસાન બાદ બે સૈકા પછી રચાયો હોવા છતાં, તેના ચરિત્રની જે કેટલીક અવનવી હકીકતો રજૂ કરે છે તે બીજા કોઈ ગ્રંથકારે સંગ્રહી નથી. ડૉ. ભોગીલાલ સાંડેસરાના શબ્દોમાં કહીએ તો, વરતુપાલના જીવન અને કાર્યને લગતા પોતાના સમયમાં ઉપલબ્ધ એવાં તમામ ઐતિહાસિક સાધનોનો જિન ઉપયોગ કર્યો હતો એમ જણાય છે. એટલે તેના આ કથન ઉપરથી વસ્તુપાલના પિતા અશ્વરાજ–આશરાજ સંહાલકમાં રહેતા હોવાનું કહી શકાય. જોકે આ ગામ ચૌલુક્યો તરફથી અશ્વરાજને, એની સેવાઓના બદલામાં, ભેટ તરીકે મળેલું એમ જિનહર્ષે નોંધ્યું છે. આ હકીકત ઉપરથી એટલું તો સ્પષ્ટ સમજી શકાય છે કે, તેના પિતા સંહાલક ગામમાં રહેતા હતા. જે આ ગામ પરંપરાગત વસ્તુપાલના પિતાને ઈનામમાં મળ્યું હતું તો પિતાના મરણ બાદ તે બધા પોતાની માતા સાથે માંડળમાં શા કારણથી ગયા? તે વખતે આ ગામ તત્કાલીન રાજેન્દ્ર પાછું લઈ લીધું કે કાયમ રાખ્યું હતું એવો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે. આ હકીકતનો કોઈ પણ ખુલાસો તેમના ચરિત્રાત્મક ગ્રંથોમાંથી મળતો નથી એટલું જ નહિ, પણ આ ઍહાલક ગામ કયાં આવ્યું તે પણ જાણવા સાધન નથી. વસ્તુપાલ-તેજપાલના એક પ્રાચીન પ્રબંધમાં વસ્તુપાલના પિતા આશરાજ માલસમુદ્રમાં વસ્ત્ર-કાપડની દુકાન ચલાવતા હતા એવો ઉલ્લેખ મળે છે. જોકે આ ગ્રંથ ઘણો મોડો, આશરે ચારસોપાંચસો વર્ષ પછી, લખાયો છે, પરંતુ પ્રાચીન પ્રબંધકારી તેમ જ રાસાના કવિઓ, લોકસમાજમાં પ્રચલિત હકીકતોને ખાસ પોતાના કાવ્યમાં સંગ્રહી લેતા તેથી, આ હકીકતમાં પણ કાંઈક તથ્ય હશે એવું અનુમાન કરવાને અવકાશ રહે છે. આ “માલસમુદ્ર ” તે પાટણ નજદીક આશરે ૮થી ૧૦ માઈલ દૂર અડિયા પાસેનું હાલનું માલસંદ નામથી ઓળખાતું ગામ છે. સોમેશ્વર વગેરે સમકાલીન કવિઓએ વસ્તુપાલને પાટણના વતની જણાવી, તેમના પૂર્વજોને ચૌલુક્યોના કોઈ ખાતાના મંત્રી તરીકે જણાવ્યા છે તેમાં કેટલોક સત્યાંશ હશે, પરંતુ તેમના પૂર્વજે પાટણમાં કોઈ ગામડામાંથી આવી રહ્યા હોય તેમ લાગે છે. જોકે આ સંબંધમાં તે બધા સાહિત્યકારોએ મૌન સેવ્યું છે, પણ સમાજમાં પ્રચલિત તેમના આદિ વતન માટેની માન્યતા તેઓ ગામડાના નિવાસી હતા એમ સાબિત કરે છે. આથી જ કોઈમાં સ્હાલકના કે કોઈમાં માલસમદ્રના ઉલ્લેખો મળે છે. આ બેમાંથી તેમનું મૂળ નામ કર્યું હશે એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. તેના માટે એવું બને કે, પોતાના મૂળ ગામ સ્હાલકમાં વ્યાપાર બરાબર ચાલતો ન હોય તો આજુબાજુના કોઈ મોટા ગામમાં–માલસમુદ્રમાં તે વ્યાપાર અર્થે રહેતા હોય. આ એક અનુમાન છે. પ્રાચીન કાળમાં માલસમુદ્ર (હાલનું માલસુંદ ગામ) એક મોટું સારી એવી વસતિ ધરાવતું ગામ હતું, જ્યાં જૈનોની પણ મોટી વસતિ હતી એમ કેટલાક ગ્રંથોની પુસ્તક-પ્રશસ્તિઓ ઉપરથી જાણી શકાય છે. આથી ઉપર્યુક્ત સંહાલક ગામ માલસમદ્ર-માલસંદ પાસે હોવાનો તર્ક કરી શકાય છે. આ માલસુંદ ગામ હારીજ તાલુકામાં અડિયા ગામ પાસે આવેલું છે, પરંતુ તેની આજુબાજુ કોઈ સંહાલક નામનું ગામ નથી. અયિા નજદીક આવેલ સવાળા ગામ કદાચ પ્રાચીન સંહાલક હોય તેવું મારું અનુમાન છે. આજે આ ગામ સેવા-સવાળાથી જાણીતું છે. માલસુંદથી ફક્ત પાંચછ માઈલ દૂર આ સવાળા ગામ વસ્તુપાલના પૂર્વજોનું સંહાલક હોય એમ માનવા પ્રેરે છે. આ ગામમાં વસ્તુપાલે જૈન મંદિર બંધાવ્યું હતું એમ મલધારી નરેન્દ્રપ્રભસૂરિવિરચિત એક પ્રશસ્તિમાં નોંધ્યું છે, જેના આધારે પણ આ ગામ તેમના ૩ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ, તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, પૃ. ૩૫, લેખક શ્રી ભોગીલાલ જે. સાંડેસરા. ૪ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, સને ૧૯૧૫ વિશેષાંકમાં “તપાગચ્છ પટ્ટાવલીમાં વસ્તુપાલચરિત્ર”. ५/१ स्थापयन् सिंहुलग्राममण्डने जिनवेश्मनि । यः श्रीवीरजिनं विश्वप्रमोदमदजीवयत् ॥ ४७ ।। નરેદ્રપ્રભસૂરિકૃત વસ્તુપાલપ્રશરિત, વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ, ૫૦ ૨૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy