SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલને પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલઃ ૭૫ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના નામાંકિત વિદ્વાન સ્વ. રામલાલ મોદીએ પાટણના વીજળકૂવા મહોલાના એક નાના શિવમન્દિરની ભીંતમાં ચોંટાડેલો આ પ્રશસ્તિનો એક ટુક ખોળી કાઢ્યો હતો. અને તે પ્રગટ કર્યો હતો.’ આ રીતે મળેલી પ્રશસ્તિની એકમાત્ર શિલાદિકામાં જે નવ ખંડિત પંક્તિઓ કોતરેલી મળી છે એમાં પ્રશસ્તિકાવ્યનો એક પણ લોક અખંડ રૂપે મળતો નથી. આ રીતે ખંડિત રૂપે મળતા શ્લોકોને અંતે ૭૬, ૭૭, ૮૭ અને ૯૦ એટલા શ્લોકાંકો વાંચી શકાય છે; એ ઉપરથી અનુમાન થાય છે કે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરામાં અમર બનેલ સિદ્ધસરનું માહાત્મ્ય વર્ણવતા એ પ્રશસ્તિકાવ્યમાં આશરે ૧૦૦ શ્લોકો હશે. કદાચ ૧૦૮ લોકો હોય એમ પણ બને. “પ્રભાવચરિત'(પૃ. ૧૯૦)માં આ પ્રશસ્તિને “દુર્લભસરોરાજ ની પ્રશસ્તિ કહી છે. સહસ્ત્રલિંગનું બાંધકામ સિદ્ધરાજના એક પૂર્વજ દુર્લભરાજે શરૂ કર્યું હતું, અને તેથી તે દુર્લભ સરોવર તરીકે પણ ઓળખાતું હતું. “પ્રબન્ધચિન્તામણિ (ઈ. સ. ૧૩૦૫)ના કર્તા મેરૂતુંગસૂરિ લખે છે કે સહસ્ત્રલિંગ સરોવરની શ્રીપાલની પ્રશસ્તિ રચાઈ અને પદિક ઉપર કોતરાઈ એટલે તેના શોધન માટે સિદ્ધરાજે સર્વ દર્શનોના વિદ્વાનોને નિમંત્ર્યા હતા. આ સન્દર્ભમાં મૂલ પ્રશસ્તિમાંથી નીચેના બે શ્લોકો મેરૂતુંગ ટાંકે છે. ઉપર્યુક્ત શ્લોકટકડાઓ અને આ બે લોકો ૧૦ એટલા જ અંશો સહસ્ત્રલિંગ સરોવરની સુદીર્થ પ્રશસ્તિમાંથી અત્યારે તો ઉપલબ્ધ છે– न मानसे माद्यति मानसं मे पम्पा न सम्पादयति प्रसादम् । अच्छोदमच्छोदकमप्यसारं सरोवरे राजति सिद्धभर्तुः ॥ कोशेनापि युतं दलैरुपचितं नोच्छेत्तुमेतत् क्षम स्वस्यापि स्फुटकण्टकव्यतिकरं पुंस्वं च धत्ते नहि । एकोऽप्येष करोति कोशरहितो निष्कण्टकं भूतलं मत्वैवं कमला विहाय कमलं यस्यासिमाशिश्रियत् ।। ૩. શ્રીપાલની બે કૃતિઓ સાદ્યન્ત ઉપલબ્ધ છે : રાજા કુમારપાલે સં૦ ૧૨૦૮(ઈ. સ. ૧૧પર)માં બાંધેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિ ? અને ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતું, ૨૯ કલોકનું “ચતુર્વિશતિ જિનસ્તુતિ' કાવ્યર. વડનગર પ્રશસ્તિ, જેને “પ્રાચીન લેખમાલાના સંપાદકોએ ‘વડનગરપ્રાકાપ્રશસ્તિ' એવું નામ આપ્યું છે તે ૩૦ લોકનું અલંકારપ્રચુર કાવ્ય છે, અને સંસ્કૃત કવિ તરીકેની શ્રીપાલની નિપુણતાનું પર્યાપ્ત પ્રમાણ તે રજૂ કરે છે. ચૌલુક્ય યુગમાં વડનગરનું કોઈ ખાસ રાજકીય મહત્ત્વ નહોતું; ખરેખર તો એ વિદ્વાન બ્રાહ્મણોનું નગર હતું, જેમને રાજ તેમ જ પ્રજા હંમેશાં માન આપતાં. “ આ નગરના દિજજનો યજ્ઞો ૮ સાતમી અખિલ ભારતીય પ્રાચવિદ્યા પરિષદનો અહેવાલ, વડોદરા, ૧૯૬૩, પૃ. ૬૪૯-૫૨; વર રામલાલ મોદીનો નિબંધ “ એ કૅગમેન્ટ ઑફ ધી કીર્તિરતંભ ઇન્સક્રિપશન ઑફ સિદ્ધરાજ જયસિંહ'. આ નિબંધના ગુજરાતી અનુવાદ માટે જુઓ “સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ' (પાટણ, ૧૯૫૩), પૃ૦ ૯૨–૧૦૦ માં સિદ્ધરાજના કર્તરતંભના લેખનો એક અંશ”. ૯ “પ્રબન્ધચિન્તામણિ” (સિંધી ગ્રન્થમાલા, ગ્રન્થ ૧), પૃ૦ ૬૩-૬૪, ૧૦ આ બે શ્લોકોમાંને ન માનક એ શ્લોક વરતુપાલના મિત્ર સોમેશ્વરકૃત “કાર્તિકૌમુદી'માં (સર્ગ ૧, લોક ૭૮). સહસ્ત્રલિંગના વર્ણનપ્રસંગમાં મળે છે. સોમેશ્વરે શ્રીપાલની પ્રતિમાંથી તે લીધો જણાય છે, એપિરાફિક્યા ઇન્ડિકા', ગ્રન્ય ૧, ૫૦ ૨૯૩ અને આગળનાં પૃષ્ઠોમાં આ પ્રશરિત છપાઈ છે, વળી પ્રાચીન લેખમાલા,' ભાગ ૧, મુંબઈ, ૧૮૯૨; ગિરજાશંકર આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો,' ભાગ ૨, પૃ. ૩૮-૪૭, એમાં પણ તે મુદિત છે. ૧૨ મુકિત: ‘જૈન સ્તોત્રસન્દોહ' (સંપાદક : મુનિ ચતુરવિજય), ભાગ ૧, પૃ૦ ૧૨૧-૧૨૩. T 2 લીધો * છપાઈ છે ૩૮-૪૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy