SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સિન્દ્રરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ ભોગીલાલ જ૦ સાંડેસરા ઈસવી સનની દસમીથી તેરમી સદી સુધી અણહિલવાડ પાટણમાં રાજ્ય કરનાર ગુજરાતના ચૌલુક્ય રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ(ઈ સ૦ ૧૦૯૪-૧૧૪૩)ને લોકો સૌથી વધુ યાદ કરે છે. હજી પણ લોકસાહિત્યમાં અને લોકનાટ્ય અર્થાત ભવાઈમાં તે જીવંત છે. વિક્રમ અને ભોજની જેમ સિદ્ધરાજ પણ જાણે દંતકથાનું પાત્ર બની ગયો છે. એનો દરબાર ભારતના સર્વ પ્રદેશોના વિદ્વાનોનું મિલનસ્થાન બન્યો હતો. સિદ્ધરાજના સુપરિચિત મનીષીઓમાં ‘કલિકાલસર્વજ્ઞ' હેમચન્દ્ર મુખ્ય હતા, જેમણે તત્કાલીન ભારતમાં ખેડાતી વિદ્યાની સર્વ શાખાઓમાં આધારભૂત ગ્રન્થો રચેલા છે. હેમચન્દ્ર એક જૈન આચાર્ય હતા અને એમની આસપાસ એમના પોતાના વિદ્વાન શિષ્યોનું એક વર્તુળ હતું. સિદ્ધરાજના દરબારના બીજા કવિપંડિતોમાં તેનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ મુખ્ય હતો. વિજયપાલકૃત ‘દ્રૌપદીસ્વયંવર નાટક’ની ( ભાવનગર, ૧૯૧૮) હિન્દી પ્રસ્તાવનામાં આચાર્ય જિનવિજયએ અને હેમચન્દ્રકૃત ‘કાવ્યાનુશાસન’ની (મુંબઈ, ૧૯૩૮) અંગ્રેજી પ્રસ્તાવનામાં (પૃ૦ ૨૫૫–૨૬૧) પ્રૉ॰ રસિકલાલ છો. પરીખે શ્રીપાલ કવિના જીવન અને કાર્ય વિષે નિરૂપણ કર્યું છે. વિશેષ ઉત્કીર્ણ અને સાહિત્યિક સામગ્રીની શોધ અને પ્રકાશનને પરિણામે શ્રીપાલ વિષે કેટલીક વધુ માહિતી જાણવામાં આવી છે. પ્રાપ્ત સામગ્રીને આધારે શ્રીપાલના જીવન અને કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપવાનો આ નિબંધનો પ્રયત્ન છે. શ્રીપાલનો કૌટુમ્બિક વૃત્તાન્ત શ્રીપાલના જીવન અને કાર્ય વિષે નીચેનાં સાધનોમાંથી માહિતી મળે છે: (૧) મધ્યકાલીન ગુજરાતના ઐતિહાસિક સંસ્કૃત પ્રબંધોમાંથી, (૨) સિદ્ધરાજ જયસિંહના દરબારમાં શ્વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચંદ્ર વચ્ચે થયેલા વાદવિવાદનું નિરૂપણ કરતા યશશ્ચંદ્રકૃત સમકાલીન સંસ્કૃત નાટક‘ મુદ્રિતઃમુદચન્દ્રપ્રકરણ'માંથી, (૩) પ્રભાચન્દ્રસકૃિત ‘ પ્રભાવકચરિત ’(ઈ સ૦ ૧૨૭૮)ના છેલા ‘હેમચંદ્રસરિચરિત’માંથી, અને (૪) શ્રીપાલની પોતાની ઉપલબ્ધ કૃતિઓમાંથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy