SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ આનંદ પ્રવચન દર્શન ફેરફાર છે તે તેમના જ્ઞાન અને તેમની વિદ્વત્તાને લઈને છે, બીજા કશામાં નથી. બીજા દેવોએ પશુ, પક્ષી, કીડી, મંડીમાં જ જીવ માગે છે ત્યારે શ્રીમાનું જિનેશ્વર ભગવાને વનસ્પતિ સુકામાં જીવ માન્ય છે. ફેસર જગદીશચંદ્ર બોઝે હજારો રૂપીઆ ખર્યા, સેંકડો પ્રયોગ કર્યા, જબરી માથાફેડ કરી ત્યારે તેમણે શેવ કરી કે વનસ્પતિમાં પણ જીવ છે. હવે તમે એમ કહે છે કે વનસ્પતિમાં જીવ છે એ શોધ શ્રીમાન બોઝે કરી. પણ જનશાસનના પુસ્તકો ઉઘાડી લેશે તે માલુમ પડશે કે શ્રીમાનું જિનેશ્વરદેવોએ તો હજારો વર્ષ ઉપર એ વાત સાનથી જોઈને તે જગતની સામે જાહેર કરેલી છે. શ્રીમાન જિનેશ્વરદેએ પુદગલના ગુણધર્મને અનુસરીને શબ્દ એ પુદ્ગલરૂપ છે એમ જગતને જણાવ્યું હતું ત્યારે એ શબ્દને પુદગલરૂપે નિયાયિક, વિશેષિક, વૈદિક કે વેઢાંતિક, એકે મતવાળાએ માન્ય ર ન હતું. તેમજ શબ્દને પદાર્થ તરીકે કે દ્રવ્ય તરીકે પણ માનેલ ન હતું તે સર્વજ્ઞોએ શબ્દને પુદગલરૂપે પહેલેથી જાહેર કરેલ છે. અર્થાત્ શાસ્ત્રોમાં કહેલા શબ્દનું દ્રવ્યપણું તીર્થકરોએ. જ્ઞાનથી જોઈને પહેલેથી જ જણાવ્યું હતું. ભગવાન શ્રી તીર્થકરદેવે પાસે નહતી કેઈ લેબોરેટરી કે પ્રયોગશાળા, કે નહતા કેઈન સંશોધનના નવાં નવાં મશીને. તેઓ તે દિગંબર દેવતા હતા. એમણે જે સત્યે સંસારની સામે ધર્યા છે તે પ્રગથી ચા અખતરાથી નથી કહાં, પરંતુ જ્ઞાનથી કહ્યાં છે. શબ્દાદિ વિષાનું જ્ઞાન આજે જે સત્ય. મનાય છે. એ જ્ઞાન તેમને પહેલેથી જ હતું. નૈયાયિક અને વૈશેષિકોએ પાણીને સ્વતંત્ર તત્વ માન્યું હતું. એ જ સમયે શ્રી મહાવીરદેવે તે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પાણ એ પવનને વિકાર છે અર્થાત વાયુના મિશ્રણથી પાણી બને છે. ભગવાનના એ શબ્દો તે કાળે કેઈએ સાચા માન્યા ન હતા. આજે ૨૫૦૦ વર્ષો પછી, હજારો રૂપિયાના ખર્ચે, હજારો માઈલ દૂર રહેલા ગોરાઓએ પ્રયોગો કરીને એ વાત જાહેર કરી.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy