SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજાનું રહસ્ય ૩૬૩ દયમાં દઢ થઈ શકીએ છીએ. અને વીતરાગપણાની મૂર્તિ આપણને વિતરાગતાના ધ્યેયમાં ટક કરે છે. જે ભગવાનની મૂર્તિને આપણે વીતરાગપણે ન રાખી હોત તે આપણે દશા પણ બીજાઓના જેવી જ થાત. ઈશ્વર અને અવતાર એ બંને વસ્તુ તે આપણે માનીએ : છીએ. તે જ પ્રમાણે બીજાએ પણ માને છે. પરંતુ તેમની અને આપણું માન્યતામાં એક મહત્વને તફાવત છે. એ તફાવત શું છે તે વિચારીએ. જયારે આપણે અવતાર અને . ઈશ્વર બંને માનવા છતાં અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ, જ્યારે . અન્ય અવતાર અને ઈશ્વર બંને માનવા પૂર્વક ઈશ્વરમાંથી અવતાર માને છે. હવે ઈશ્વરમાંથી અવતાર માનતા વધે આવે છે અને વિરોધ કયાં ઊભા થાય છે તે જોઈએ એટલે આપણું અને અન્યોની માન્યતામાં કેની માન્યતા સાચી છે તેને નિકાલ થઈ જશે. આદર્શ કે જોઈએ? ઈશ્વરમાંથી અવતાર માન અને અર્થ એ છે કે નિર્મળમાંથી મલિનતા માનવી અને અવતારમાંથી ઈશ્વર માનવ એને અર્થ એ છે કે મલિનતામાંથી નિર્મળતા માનવી. આપણે ભગવાનને જન્મ વખતે મનપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન ઈત્યાદિ જ્ઞાન હતાં અને તેઓ વીતરાગરૂપ હતા તેમ હરગિજ માનતા નથી, પરંતુ આપણે તે સ્પષ્ટ રીતે એમ માનીએ છીએ કે તીર્થકર ભગવાને જમ્યા ત્યારે તેમને કેવળજ્ઞાન , નહોતું, પરંતુ ભગવાને જમ્યા પછી સાધુત્વને અંગીકાર કર્યો અને. તત્પશ્ચાત્ તેમણે મન ૫ર્યવજ્ઞાન મેળવી ઘાતકર્મનો ક્ષય કર્યો હતો એટલે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તેમ માનીએ છીએ. આપણું આ માન્યતાને અર્થ એ છે કે મલિનતા પહેલી હતી , અને નિર્મળતા પછી પ્રાપ્ત થવા પામી હતી. અર્થાત્ અજ્ઞાન પહેલાં. હતું અને જ્ઞાનની જ્યોતિ તે પછીથી પ્રકટ થવા પામી હતી હવે જેઓ ઈશ્વરમાંથી અવતાર માને છે તેઓ કેવા પ્રકારના ભ્રમમાં કુટાય છે તે જોઈએ. ઈશ્વરમાંથી અવતાર માનવે એને અર્થ તે એ જ થાય કે પહેલાં ઈશ્વર–એટલે શુદ્ધતા અને પછી મનુષ્યત્વ.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy