SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ આનદ પ્રવચન દર્શન માનવભવની થાપણ શી? આ બધા ઉપરથી સમજવાનું એ છે કે આપણી સદગતિના આધાર જે કંઈપણ ચીજ ઉપર હોય તે તે આપણાં ક ઉપર છે, પરંતુ બીજા કશાના ઉપર નથી. હવે આપણે જે આ પેઢી છેલી છે. તેને આધારે તપાસે. આપણું આ માનવનવી પેઢીમાં ત્રણ રકમ. જમા કરેલી છે? ૧. પાતળા કપાય. ૨. દાનરૂચિપણું અને ૩. સદગુણપણું. રવભાવે પાતળા કષાય હાય અર્થાત્ ઘરબારને અંગે થતા કષા પાતળા હોય તે તે આ મનુષ્યપણાની પેઢીની એક થાપણ છે. હવે કઈ એમ કહેશે કે થાપણથી જ મનુષ્યપણાની પ્રાપ્તિ થાય છે તે એ થાપણ તો બધા જ એકેન્દ્રિમાં પણ દષ્ટિએ પડે છે. તે પછી. બધા જ એકેન્દ્રિો માનવનિમાં જ આવતા હોવા જોઈએ. આને જવાબ એ છે કે પાતળા કપાયો સાથે બીજી થાપણ. તે દાનરૂચિ છે, પણ અહીં યાદ રાખજો કે દાનરૂચિ અને દેવું એમાં આસમાન-જમીનનો ફેર છે કે એક પાઈ દાનમાં આપે એથી તેનામાં દાનરૂચિપણું નથી એમ સમજવાનું નથી, અથવા કેઈ લાખ રૂપિયાનું દાન કરે તે તેનામાં દાનરૂચિપણું છે એમ પણ માની લેવાનું નથી. પ૦૦ બટા કે ૧૫૦૦ ગયા ? ધારો કે એક શ્રીમંત શેઠે છે. તેની આગળ લનની ટીપ આવે છે. કેઈએ એ દાનની ટીપમાં બે હજાર ભર્યા હોય તો એ શેઠિય. પણ એ આંકડાને જ વળગી પડે છે ! ફલાણું જોઈએ બે હજાર મૂક્યા તેમાં શું થયું ? અરે ! એ તે કરોડપતિ છે. લાખ આપે તોય. ઓછા છે, અમે તે ફલાણાની સામે ટૂંકભંડેલિયા ગણાઈએ. આ વરસે વળી વેપારમાં બેટ છે, રૂના બજાર ઠડા છે, લો ૧૫૦૧ લઈ જાઓ. એવો એ લવારે કરીને આ શેઠ રૂ ૧૫૦૧ ભરી આપી ટીપવાળાને વિદાય કરે છે અને ટીપવાળો વિદાય થાય કે શેઠ મનમાં ખુશ,
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy