SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મમતા ૪૭૦ warmersrsrsonnnnnnn m જેમ દુન્યવી સુખ માટે કામ પદાર્થ તથા તેના સાધનને અર્થ પદાર્થ ગણીએ છીએ, તેમ આત્માનું સુખ મેક્ષ છે અને તે મેળવવાનું સાધન ધર્મ છે. અર્થ એટલે અહીં એકલું દ્રવ્ય નહીં, પણ વિષયનાં તમામ | સાધને તે અર્થે અને વિષચ સુખ તે કામ. એ જ રીતિએ શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે આચરણ થાય તે ધર્મ અને તે દ્વારા મળતું શાશ્વત સુખનું સ્થાન તે મોક્ષ છે. અર્થ અને કામ, બે પુરૂષાર્થો લૌકિક છે. ધર્મ અને મોક્ષ બે પુરૂષાર્થો લોકોત્તર છે. લૌકિકમાં મૂંઝાએલા પ્રથમ તે અર્થ તરફ ઝૂકી રહ્યા છે. અર્થના મમત્વને લીધે ગુરૂના વેષમાં આવેલાની પણ વિચિત્ર દશા થાય છે અને ભગવાનના માર્ગને ઉઠાવનારા છે એવો અર્થ કરે છે. એ દષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે કે કેઈક પરિગ્રહધારી ઉપદેશ દેવા પાટ ઉપર બેઠા. હાથમાં વીંટીઓ અને વેઢે પહેરેલાં છે. ભુજાએ કડાં વગેરે પણ પહેરેલાં છે. હવે તેમને શ્રી ઉપદેશમાળાની રાસરH૪૦ એ ગાથાની વ્યાખ્યાને પ્રસંગ આવ્યા. પરિગ્રહની મમતાને લીધે અર્થ શહદથી જીવાદિ પદાર્થ લઈને વ્યાખ્યા કરી. તે સભામાં એક શ્રાવક તત્વને જાણકાર, સમજુ, ઠરેલ, વિવેકી તથા અનુભવી હત, ભક્તિવાળ પણ હતું. તેણે તે અર્થ માનવાની ના કહી. પછી નવાણું જૂદી જૂદા અર્થ કરવામાં આવ્યા, પણ ઉપદેશમાળા ભણેલે તે શ્રાવક તે કબૂલ કરતા નથી, ત્યારે રત્નાકરસૂરિ સમજી ગયા. (અહીં કેઈ સમપ્રભસૂરિ કહે છે.) શ્રાવકને કહી દીધું કે કાલે ખરેખર અર્થ સમજાવીશ. સૂરિ સમજી ગયા કે આને વીટી કડાં વગેરે ખટકે છે. પોતાના પરિગ્રહનાં કિમતી એવાં મોતી મંગાવી, વટાવી, તેને ચૂરો કર્યો. જતિનું દ્રવ્ય દહેરામાં ન કલ્પ! મહાવ્રતને મલિન કરીને મેળવેલા દ્રવ્યને સંઘ પણ ન અડકે ! ઘેર પાપ લાગે!
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy