SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ મુનિ અહિંસક કે અકિંચન? જ્ઞાની કોને કહીએ? અંતરાત્માને. બહિરાત્માને જ્ઞાની નથી કહેતા. જ્યારે તે અંતરાત્મા છે તે શરીરના નુકસાનથી એને શું ! એને તે શરીર બેડી રૂપ છે. બેડી નબળી પડે તે અંતરાત્મા આનંદ માને. બનવું છે જ્ઞાની અને તપસ્યાથી ત્રાસ પામે છે! અંતરાત્માને આ વિચાર–નિશ્ચય. હોવો જોઈએ, કે આહાર છોડીશ ત્યારે જ મેક્ષ મળવાનું છે. વાત ધ્યાનમાં લઈશું તે માલૂમ પડશે કે, આત્મા આજ સુધી રખડે કેમ? તે તેને હંમેશાં ખાવું ખાવું ને ખાવું તેથી તેરખડ. પંખીને સ્વભાવ રાતે ખાવાનો નથી. રાત્રે પોતાના માળામાં સ્થિર રહે છે. રાત્રે ચરવા નીકળે તે હેર. રાત્રે ખાનારને જગતમાં પંખીની ઉપમા નથી દેવાતી. ઠેરની ઉપમા કોને દેવાય? દહાડે કે રાત્રિના ખાવાનો જ વિચાર હોય તેને ઢોર કહેવાય છે, સમજુ હોય તે રાતના ન ખાય. પણ જીવ તે આખો દિવસ ને રાત ખાઉં ખાઉં કરી રહે છે. જેમ આ જન્મમાં છે, તેમ અનંતા જન્મમાં આની આ જ દશા છે. ખાવું, શરીર ધરવું અને શરીર છેડવું. દરેક ભવની વાત વિચારો. આહારને વિચાર આ જીવને હંમેશનો છે. ફક્ત એકલા એકેન્દ્રિયપણામાં નથી, પણ દરેક ભમાં આહારને વિચાર છે યાવત્, સંસી પચેન્દ્રિયમાં પાંચે ઈદ્રિના વિકારો આહાર સત્તાના પરિણામે આપણને વળગ્યા. સન્ની પંચેન્દ્રિયમાં એનું સાધક કુટુંબ વળગ્યું. ગાય ને વાછરડાના સંક૯પ વિચારે. જાનવરોને પણ કુટુંબ પરત્વે બહુ પ્રેમ હોય છે. બચ્ચાના મહિને લીધે નવી વીયાણી ગાય મારકણું કૂદે છે, હરિણી પણ વાઘની સામે થાય છે ! આ બધું બચ્ચાના નેહને લીધે બને છે. બચ્ચા પણ માને લીધે દોડે છે, એ શાને લીધે ? કુટુંબના મેહને લીધે તે દોડે છે. કુટુંબપણાના સંકલ્પમાં તિર્યચપણું ભેગવીએ છીએ. વિવેકરહિતપણાથી બાળકને ધવડાવ્યું, પાળ્યું, બચ્ચાને બચાવવા ખાતર લાકડીઓ ખાધી પણ તેનું ફળ શું? કૂતરી બચ્ચાને પાળે તેથી કૂતરીને લાભ શું? આ વિચાર કોને.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy