SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ કેમ છૂટે ? ૪૩૨ હવે એવું સુખ માગ્યા છતાં તમે એનાં કારણે મેળવ્યાં? જે કારણે નથી મેળવ્યાં, તો કેઈ પણ રીતે ટકવાવાળું સુખ નથી. પહેલાં તે આપણે ગબડવાવાળા છીએ, આપાગું ઠેકાણું નથી, જ્યાં જનમ્યા, ત્યાં માતાપિતાએ પાલન કરવા માંડયું. તે ખાવા માટે બાળકને નીચે મૂકે તે તે રાડ પાડે છે, એ જોઈએ તે લાગે કે આ જિંદગીમાં માતાથી તે છૂટો નહિ થાય. “માને કેઈ દહાડો ન છાડું” એમ થાય. ગોઠિયાઓ મળ્યા, ત્યારે મા તે કેહ? મા બળવા જાય ત્યારે છોકરાને ખેળીને લઈ આવે. હવે ગઠિયામાં હળે, એટલે મા કેણ ને બાપ કેણ? કેઈ નહિ. તત્વમાં ગોઠિયા, પછી નિશાળે ગયો, અભ્યાસમાં જોડાયે, પછી ભણતર અને માસ્તર. પછી ભણું રહ્ય; બે પૈસા કમાવાની સ્થિતિમાં આવ્યો. પછી કુટુંબકબીલામાં ભળ્યો, પછી વૃદ્ધાવસ્થા આવી, ખાધેલું પચે નહીં. એટલે છેડી કુટુંબની ચિંતા. પછી તે પોતાની વ્યાધિ, જિંદગીમાં સ્થિરપણું કેઈ ઠેકાણે નથી, ગળા તરીકે ગબડતા આ જીવ રહ્યો છે. એ ગબડતાં સુખ મેળવવા માટે મથે છે. સેનાને કળશ બનાવવા હોય ત્યાં કચરો મેળવ્યું થાય શું? પૂરેપૂરું સુખ, કઈ દિવસ ખસે નહીં તેવું સુખ જોઈએ છે. તે માટે કંચન, કાયા, કુટુંબ, કામિની ચાર મેળવે છે. જગતનો વ્યવહાર આ ચાર ઉપર છે. આ ચાર સિવાય પાંચમે થાંભલો નથી. એ બધાં ભૂખરી માટીના થાંભલા જેવાં છે; શરદીની હવા લાગે તે માટીના થાંભલા ખસી પડે. આ ચાર થાંભલા જેની ઉપર જગત નાચી રહ્યું છે તે ભૂખરી માટીના થાંભલા જેવાં છે. કોડ રૂપિયા મેળવ્યા, રાજ મેળવ્યું પણ જગત છેડી જીવ ચાલવા માંડશે, ત્યારે કોડમાંથી ઊડી પણ જોડે આવવાની નથી. છોકરાં છેકર કરે છે, પણ આજના કાયદાને વિચારે તે તેઓ કહે છે કે અમારે હકક છે; ત્યાં તમારી મરજી ન ચાલે. પહેલાંના સમયમાં તમે કેટિવજ હો, અને એક કેડી, ન આપો ત્યારે ચાલતું પણ આજે આવા હકક તરીકે લેવાવાળા છે તેને માટે જિંદગી એવી? તારો પુત્ર બાહોશ અને ભાગ્યશાળી
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy