SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ હવામી રામતીર્થને સાતમા સ્થાનમાં કન્યા રાશિના બુધ ગુરુ હતા એટલે તેઓ ઈશ્વર ભક્તિને ડકે વગાડી શક્યા. સામાન્ય જણાતી એક વ્યક્તિ રાત-દિવસ ઈશ્વર-મણમાં લીન રહેતી હતી અને આપણે કોઈ પણ મંધને જાપ મનમાં કરીએ તે તે વ્યક્તિ ગમે તેટલી દૂર બેઠી હોય, તે પણ તેના મનમાં અને શરીરમાં વિજળી જેવી ઝણઝણાટી પેદા થતી હતી. આ વ્યક્તિમાં ગજબની આધ્યાત્મિક શક્તિ જોયેલી થયું એવું કે ૧૦૪ ડિગ્રી તાવવાળા એક બાળકના માથે આ વ્યક્તિએ હાથ મૂકે એટલે તાવ ગાયબ થઈ ગયો અને તે રમવા માંડ. આ વ્યક્તિને પણ કન્યાના બુધ-ગુરૂ પ્રથમ સ્થાનમાં પડેલા હતા. આ રોગોમાં વ્યક્તિને ઈશ્વર-દર્શન થાય છે, અતરનું જ્ઞાન થાય છે, આત્મ-પદાર્થની સ્પર્શના થાય છે. મે એ પણ જોયુ છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યથી આગળ બીજા ભુવનમાં બુધ પડયો હોય, તે તે વ્યક્તિમાં આધ્યાત્મિક શક્તિ હોય છે. અને સાંસારિક જીવન ગાળ્યા પછી તે વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. એક ભાઈની કુંડળી છે. તેનું કન્યા લગ્ન છે. લગ્નમાં ગુરૂ છે. નવમે વૃષભનો સૂર્ય છે. દશમે મિથુનને બુધ છે. આ ભાઈમાં ગજબ ગુઢ શક્તિ અને આંતરપ્રેરણા છે. મને ખાત્રી છે કે આ ભાઈ સંસાર ભોગવ્યા ચછી પાછલી અવસ્થામાં વૈરાગી બની જશે. મારે બીજો અનુભવ છે કે જન્મ-કુંડળીના ૧૨ સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં ગુરૂ-ચન્દ્ર કે ગુરૂ-મંગળ સાથે રહેલા હોય તે આ માણસે તીર્થસ્થાનોમાં સારો પ્રવાસ કરે છે. ઉંમર વધવાની સાથે આ માણસના મન, ઈશ્વર ભજનમાં વધુ જોડાય છે. . વિભાગ પહેલો ૧૮૮
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy