SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પાપરૂપી વનને તે બાળી દે છે, કર્મનાં બંધનેને કાપી નાખે છે, ચારિત્રને સિદ્ધ કરાવે છે, ભાવની શુદ્ધિની વૃદ્ધિ કરે છે, સંસારને પાર પમાડે છે અને જ્ઞાનનું રાજ્ય એટલે કેવળજ્ઞાન આપે છે. विरम विरम संगान्मुञ्च मुच्च प्रपंच विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वं । कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपं कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ॥ ४२-१५ ॥ હે આત્મન સંગ (પરિગ્રહ)થી વિરામ પામ, વિરામ પામ; જગતના પ્રપંચને ત્યાગ કરે; ત્યાગ કર; મેહને તજી દે, તજી દે આત્મતત્વનો બોધ પામ, બોધ પામ; ચારિત્રનો અભ્યાસ કર અભ્યાસ કર; પિતાના આત્મસ્વરૂપ તરફ દષ્ટિ કર, દષ્ટિકર; અને મેક્ષિસુખને માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. अतुलसुखनिधानं ज्ञानविज्ञानवीजं विलयगतकलङ्क शान्तविश्वप्रचारम् । गलितसकलशङ्क विश्वरूपं विशालं भज विगतविकारं स्वात्मनात्मानमेव ।। ४३-१५ ॥ હે આત્મન ! તું પિતાના આત્માવડે, અનંતસુખસમુદ્ર, કેવળજ્ઞાનનું બીજ, કલંક રહિત, નિર્વિકલ્પ, નિશંક, જ્ઞાન અપેક્ષાએ વિશ્વવ્યાપી, મહાન અને નિર્વિકાર એવા આત્મસ્વરૂપને ભજ, તેનું જ ધ્યાન કર. सर्वसंगविनिर्मुक्तः संवृताक्षः स्थिराशयः । धत्ते ध्यानधुरां धीरः संयमी वीरवर्णितां ॥ ३३-१६ ॥ જે મહાત્મા સર્વ સંગથી રહિત છે, જે ઈન્દ્રિના વિજયી છે અને સ્થિર ચિત્તવાળા છે તે ધીરવીર સંયમી મુનિ, શ્રી મહાવીર ભગવાને વર્ણવેલી ધ્યાનરૂપ ધુરાને ધારણ કરી શકે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy