SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૧ સમ્યગ્દર્શન તથા સમ્યગ્રાનથી પૂર્ણ છે, સંયમના પાળનાર છે તે જ શ્રમણ કે સાધુ છે. समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिदसमो । समलोट्छुकंचणो पुण जीविदमरणे समो समणो ॥४१-३॥ જેને શત્રુ અને મિત્રવર્ગ પ્રત્યે સમભાવ થયો છે, જે સુખ કે દુઃખમાં સમભાવના ધરનાર છે, જે પ્રશંસા કે નિન્દામાં સમભાવ રાખે છે, જે સુવર્ણ અને માટીનું તેડું સમદષ્ટિથી જુવે છે, જેને જીવન અને મરણ સમાન છે તેજ શ્રમણ કહેવાય છે. दसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु । एयग्गगदोत्ति मदो सामण्णं तस्स परिपुण्णं ॥४२-३॥ જે મહાત્મા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણે ભાવમાં એક સાથે ભલે પ્રકારે સ્થિત થાય છે, એકાગ્ર થઈ જાય છે તેને સાધુપણું પરિપૂર્ણ હોય છે. (૨) શ્રી કુંદકુંદાચાર્ય પંચાસ્તિકાયમાં કહે છે – मुणिऊण एतदटुं तदणुगमणुज्जदो णिहदमोहो । पसमियरागद्दोसो हवदि हदपरावरो जीवो ॥१०४॥ જે કોઈ જીવાદિ નવ પદાર્થોને જાણીને તે અનુસાર (શુદ્ધ આત્મદ્રવ્યમાં પરિણમવારૂપ) આચરણ કરવાનો પુરુષાર્થ કરે છે, અને મેહ ક્ષય કરે છે તે છવ રાગદ્વેષને શાંત કરીને સંસારની દીધું પરંપરાને નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય છે. सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ॥१०॥ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત જે રાગદ્વેષ રહિત ચારિત્ર છે તે જ બુદ્ધિ અને ચગ્યતા પ્રાપ્ત ભવ્યને માટે મેક્ષમાર્ગ છે. जो सव्वसंगमुक्को गण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥१५८॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy