SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ અવશ્ય કરીને સહજ સુખ સાધનને માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીને આત્માનુભવનો અભ્યાસ કરવો જોઈએ. જૈન આચાર્યોના સમ્યફચારિત્ર સંબંધી નીચેના વાક્યો મનન કરવા ગ્ય છે – (૧) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે – चारित्तं खलु धम्मो, धम्मो जो समोत्ति णिहिटो । मोहक्खोहविहीणो, परिणामो अप्पणो हि समो ||७|| ચારિત્ર જ ધર્મ છે. જે સમભાવ છે તેને જ ધર્મ કહ્યો છે. મોહ-ભ અથવા રાગ મેહ રહિત જે આત્માનાં પરિણામ છે તે જ સમભાવ છે, તે જ ચારિત્ર છે. धम्मेण परिणदप्पा, अप्पा जदि सुद्धसंपयोगजुदो । पावदि णिव्वाणसुह, सुहोवजुत्तो य सग्गसुहं ॥११॥ ધર્મમાં આચરણ કરતો એ આત્મા શુદ્ધ ઉપગ સહિત હોય છે તે નિર્વાણ સુખને પ્રાપ્ત કરે છે, જે શુભ ઉપયોગ સહિત હોય છે તે સ્વર્ગનાં સુખને પામે છે. सुविदिदपदत्थमुत्तो, संजमतवसंजुदो विगदरागो । समणो समसुदुक्खो, भणिदो सुद्धोवओगोत्ति ॥१४॥ જે સાધુ ભલે પ્રકારે જીવાદિ પદાર્થોને અને સિદ્ધાંતને જાણે છે, સયમ તપ સંયુક્ત છે, રાગ રહિત છે, અને સુખ કે દુઃખમાં સમાનભાવવાળા છે તે જ શ્રમણ શુદ્ધ ઉપગવાળા કહેવાય છે. जीवो ववगदमोहो, उवलद्धो तच्चमप्पणो सम्म । जहदि जदि रागदोसे, सो अप्पाणं लहदि सुद्धं ॥८१॥ મિથ્યાત્વ દૂર થયું છે એ આત્મા પિતાના આત્માના સ્વરૂપને ભલે પ્રકારે જાણીને જ્યારે રાગદ્વેષને પણ છોડી દે છે ત્યારે શુદ્ધ આત્માને પામે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy