SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ પૂર્વે જે સિદ્ધ થયા છે, વર્તમાને થાય છે, અને ભવિષ્યમાં થશે તે સર્વ એક શુદ્ધ આત્માના અનુભવરૂપ ગુણથી જ થયા છે. શુદ્ધ આત્માનુભૂતિ વિના ગમે તેટલી કઠિન ક્રિયાઓ કરે તો પણ કઈ પણ જીવ સિદ્ધિ પામી શકતો નથી. દરરેજ ગમે તેટલા પ્રકારની મહેનત કરવામાં આવે તે પણ છોડામાંથી જેમ દાણાની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માનુભવ વિના જીવની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. એમ જાણીને શુદ્ધ આત્મભાવની ઉપાસના કર્તવ્ય છે. પરભાવવિભાવને વિનાશ કરવાની આ સુંદર કળા છે. | સવૈયા–રૂા. ચેતનકે ભાવ દેય ગ્યાન અગ્યાન જોય, એક નિજભાવ દૂજે પર ઉતપાત હૈ, તાતે એક ભાવ ગહૌ જે ભાવ ભૂલ દહીં; જાતેં સિવપદ હો યહી ઠીક બાત હૈ ભાવ દુખાયૌ જીવ ભાવહીસૌ સુખી હોય, ભાવહી કે ફેરિ ફેરે મેખપુર જાત હૈ, યહ તે નીૌ પ્રસંગ લેક કહૈ સરવંગ, આગહીક દાધૌ અંગ આગ હી સિરાત હૈ ૧૦૭ એક જ્ઞાનભાવ અને બીજો અજ્ઞાનભાવ એ બંને ચેતનના ભાવ છે. જ્ઞાન ભાવ એ પિતાને સ્વભાવ છે. અજ્ઞાનભાવ એ કર્મજન્ય ઔપાધિક ભાવ છે. માટે જ્ઞાનભાવ ગ્રહણ કરે અને બીજો અજ્ઞાનભાવ મૂળથી બાળી દે, કે જેથી શિવપદ, મોક્ષપદ પ્રાપ્ત થાય અને એમ કરવું એ જગ્ય છે. અશુભ ભાવથી જીવને દુખની પ્રાપ્તિ થાય છે, શુભ ભાવથી સુખની (સાતાની) પ્રાપ્તિ થાય છે, પરંતુ એ બન્ને ભાવ અશુદ્ધ ભાવ છે તે અશુદ્ધભાવને પલટાવી શુદ્ધ ભાવ કરવાથી જીવ મોક્ષ સુખને પામે છે. લેકે કહે છે તે આ સંપૂર્ણ સુંદર પ્રસંગ છે અગ્નિથી બળેલું અંગ અગ્નિવડે તૈયાર કરેલી દવાથી ટાઢું પડે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy