SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ પરંતુ જેને દર્શન મેહને ઉપશમ, ક્ષયપશમ કે ક્ષય થયા છે તેના હૃદયમાં સહજ સ્વભાવે આ પ્રમાણરૂ૫ જિનાગમાં પ્રવેશ કરે છે, મિથ્યાત્વના હૃદયમાં પ્રવેશ કરતા નથી. તે દુર્ગથી અખંડિત અનાદિ અનંત જ્ઞાનતિરૂપ પૂર્ણ પદક્ષફળને તરત પ્રાપ્ત કરે છે. પરમ પ્રતીતિ ઉપજાય ગણધરકીસી, અંતર અનાદિકી વિભાવતા વિદારી હૈ, ભેદજ્ઞાન દષ્ટિસે વિવેકકી શકતિ સાધિ, ચેતન અચેતનકી દશા નિરવારી હૈ. કરમકે નાશકરિ અનુભૌ અભ્યાસરિ, હિમેં હરખિ નિજ શુદ્ધતા સંભારી છે, અંતરાય નાસી ગયો શુદ્ધ પરકાશ ભય, જ્ઞાનકે વિલાસ તાકે વદન હમારી હૈ, ૨ અધ્યાય ૨ જ્ઞાનને વિલાસ કે છે? તે અનુક્રમે કહે છે. પ્રથમ તે ગણધર જેવી તત્વની દઢ પ્રતીતિ ઉત્પન્ન કરે છે. અતરમાં અનાદિથી રાગાદિ વિભાવ અને જ્ઞાનાદિક સ્વભાવ તેની એકતા થઈ રહી હતી તેનું વિદારણ કરે છે. ભેદજ્ઞાનની દૃષ્ટિથી, જડ અને ચૈતન્યને ભિન્ન કરવા રૂપ વિવેકની શક્તિને સાધે છે, ચૈતન્યસ્વરૂપ એવા આત્માની કમરૂપ--જડરૂપ દશા અનાદિથી થઈ રહી હતી તે દશાને દૂર કરે છે. અનુભવના અભ્યાસવડે ગુણણુને ધારણ કરીને ક્ષણે ક્ષણે કર્મની નિર્ભર કરે છે, હૃદયમાં હર્ષ ધરીને પિતાની સહજ શુદ્ધતાને સંભારે છે, એ પુરુષાર્થ કરતાં અંતરાયકર્મને નાશ થતાં શુદ્ધ કેવળજ્ઞાનને પ્રકાશ થાય છે, આવા ક્રમે કરી જ્ઞાનના વિલાસને પામ્યા છે એવા કેવળજ્ઞાની ભગવાનને અમારી વંદના છે. કવિત્ત, રેયાકાર જ્ઞાનકી પરિણતિ, ૫ વહ જ્ઞાન ય નહિ હોય; શેયરૂપ પદ્ધવ્ય ભિજાપદ, જ્ઞાનરૂપ આતમ પદ સાય.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy