SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પર જરા, ભાવ જાગૃત થાય છે, આત્મામાં રમણ કરવાને ઉત્સાહ વધે છે, સહજ સુખનું સાધન બને છે, અને સ્વાનુભવ જાગૃત થઈ જાય છે, કે જેના પ્રતાપથી સુખ શાંતિને લાભ થાય છે, આત્મબળ વધે છે, કર્મને મેલ કપાય છે, પરમ વૈર્ય પ્રગટે છે અને આ જીવન પરમ સુંદર સુવર્ણમય થઈ જાય છે. માટે દરેક આત્મહિતના ઈચ્છકે જિનેન્દ્રપ્રણીત પરમાગમના અભ્યાસવડે આત્મજ્ઞાનરૂપ નિશ્ચય સગ્યજ્ઞાનને લાભ પામીને સદા સુખી રહેવું જોઈએ. સમ્યજ્ઞાનનાં માહાસ્ય અથવા સ્વરૂપના સંબંધમાં જૈનાચાર્યોનાં વાકયોનું પાઠકગણ મનન કરીને આનંદની પ્રાપ્તિ કરે. (૧) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે. परिणमदो खलु णाणं, पञ्चक्या सव्वदव्वपज्जाया । सो व ते विजाणदि ओग्गहपुव्वाहि किरियाहिं ॥ २१-१॥ કેવલજ્ઞાનમાં પરિણમન કરતા એવા સર્વજ્ઞ વીતરાગ અરહંત પરમાત્માને સર્વ દ્રવ્ય તથા તેની સર્વ પર્યાયે પ્રત્યક્ષરૂપે પ્રગટ થઈ જાય છે. જેમ સ્ફટિકમણિની અંદર તથા બહાર પ્રગટ પદાર્થ દેખાય છે તેવી રીતે ભગવાનને સર્વ પ્રત્યક્ષ છે. તે ભગવાન તે દ્રવ્યને કે પર્યાયોને અવગ્રહ, ઈહા, આદિ મતિજ્ઞાન દ્વારા પરની સહાયતાથી કે ક્રમપૂર્વક જાણતા નથી, એક સમયે જ સર્વને જાણે છે. णत्थि परोक्खं किंचिवि, समंत सव्वक्खगुणसमिद्धस्स । अक्खातीदस्स सदा, सयमेव हि णाणजादस्स ।। २२-१॥ તે કેવલી ભગવાનને કેઈપણ પદાર્થ પક્ષ નથી. એક જ સમયે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને પ્રત્યક્ષ જાણે છે. ભગવાન ઈન્દ્રિયોથી અતીત છે, ઈન્દ્રિયોથી જાણતા નથી. સર્વ ઈન્દ્રિયોના વિષયો ક્રમપૂર્વક જાણ્યા જાય છે તે સર્વને તે એકદમ જાણે છે. આ જ્ઞાન કેવલીભગવાનને સ્વયં પ્રકાશિત છે. તે સ્વાભાવિક છે. પરજન્ય નથી. પ્રગટ પરમાત્માને પણમન કરવું
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy