SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ તેટલુ થાતુ કે વધારે અવધિજ્ઞાન થાય છે. આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયાની જરૂર નથી. આત્મા પોતે જ જાણે છે. દેવ તથા નારસીઓને તે જન્મથી જ હેાય છે. પશુઓને તથા માનવાને સય્- · ક્વ કે તપના પ્રભાવથી થાય છે. આ એક પ્રકારની એવી વિશેષ શક્તિના પ્રાશ છે કે જેથી અવધિજ્ઞાની કાઈ માનવને દેખીને વિચાર કરતાં તેના પૂર્વ જન્મ અને ભવિષ્યના જન્મના બનાવાને જાણી શકે છે. ચેાગી તપસ્વી એટલું અધિક અવધિજ્ઞાન પામી શકે છે કે સેંકડા જન્મ આગળ પાછળનાની વાર્તા જાણી શકે છે. જ્ઞાનની જેટલી નિર્માંળતા થાય છે તેટલે જ તેના અધિક પ્રકાશ થાય છે. મનઃ યજ્ઞાન—ખીજાએના મનમાં પુદ્ગલ કે અશુદ્ધ જીવ સંબધી શું શું વિચારા ચાલી રહ્યા છે, અથવા યા યા વિચાર થઈ ચૂકયા છે, અથવા કયા કયા વિચાર થશે; એ સર્વને જે કાઈ આત્માદ્વારા જાણી શકે તે મનઃપયજ્ઞાન છે. આ જ્ઞાન એટલી ખુધી સૂક્ષ્મ વાતને જાણી શકે છે કે જેને અધિજ્ઞાની પણ જાણી શકતા નથી. એટલા માટે આ જ્ઞાન અવધિજ્ઞાનથી અધિક નિર્માલ છે. આ જ્ઞાન ધ્યાની તપસ્વી યાગીઓને જ હોય છે—સમ્યગ્દષ્ટિ મહાત્માઓને જ હેાય છે. મનઃપ યજ્ઞાનાવરણ કર્યાંના આછા કે અધિક ક્ષયાપશમ અનુસાર ક્રાઈને ઓછુ કે કાઈને અધિક હોય છે. કેવલજ્ઞાનઃ—સર્વાં નાનાવરણ કર્મના ક્ષય થવાથી અન ત જ્ઞાનની પ્રકાશ થવા તે કેવલજ્ઞાન છે. આ સ્વાભાવિક પૂર્ણ જ્ઞાન છે, જે પરમાત્મા અરહત તથા સિદ્ધમાં સદા વ્યક્તિરૂપે (પ્રગટપણે) પ્રકાશે છે. સ’સારી જીવામાં શક્તિરૂપે રહે છે, તે ઉપર જ્ઞાનાવરણના પડદા પહેલા રહે છે. શુકલ ધ્યાનના પ્રભાવથી સર્વ જ્ઞાનાવરણ કા જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે આ જ્ઞાન તેરમા ગુણુસ્થાનકે સયેાગી ધ્રુવલી જિનને પ્રગટ થાય છે, એક વખત પ્રકાશ થયા પછી ફરી મલિન થતું નથી. સદા સર્વાંદા શુદ્ધ સ્વભાવમાં પ્રગટ રહે છે. પાંચ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy