SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ પ્રકાશક શક્તિ તો છે જ, તેના ઉપર અધિકાર ખસ્ય-વાદળારૂપી પડદે ખસી ગયો, અને સુર્યને પ્રકાશ અહીં ઝળક્યો, આ રત્ન ચમકી ઉઠયું; અર્થત રત્ન પાષાણમાં રત્ન બનવાની અને ચમકવાની શકિત તો હતી જ તેના ઉપર મેલ ખસેડવાથી તે રત્નરૂપે ચમકી ઉઠયું. તેજાબમાં નાખવાથી આ સુવર્ણનું આભૂષણ ચમકી ઉઠયું; અર્થાત્ સુવર્ણના આભૂષણમાં ચમકવાની શક્તિ તે હતી જ પણ તેના ઉપર મેલ છવાઈ ગયો હતો, તેજાબથી એટલે મેલ કપાતે ગયો તેટલી સુવર્ણની કાંતિ ઝળકતી ગઈ. દરેકના જ્ઞાનમાં અનંત પદાર્થોના જ્ઞાનની અમર્યાદિત શકિત છે તે કદી મર્યાદિત થઈ શકતી નથી કે જેથી અમુક જ્ઞાનથી આગળ જ્ઞાન પ્રકાશ ન કરી શકે. આજના વિશ્વમાં પદાર્થવિદ્યાએ કે અપૂર્વ વિકાસ કર્યો છે કે જેથી હજારો માઈલ શબ્દ પહોંચી જાય છે. અમેરિકામાં બેઠાં બેઠાં ભારતમાં ગવાતાં ગાયન સાંભળી શકાય છે. હવાઈ વિમાનામાં લાખો મણુ વજન આકાશમાં લઈ જવાય છે. તારના સબધ વિના ક્ષણમાત્રમાં હજારો માઈલ સમાચાર પહોંચી જાય છે. પદાર્થોની અંદર અદ્ભુત શક્તિ છે તે જ્ઞાન પદાથવેત્તાઓને કેમ કરીને થાય છે? તે માહિતી મેળવવામાં આવે તો જણાય કે પદાર્થના શોધક એકાંતમાં બેસીને પિતાની અંદર ઉડો વિચાર કરે છે. શોધતાં શોધતાં કઈ વાત સૂઝી આવે છે કે તેને પ્રયોગ કરે છે. તે બરોબર થાય છે ત્યારે બીજી શોધ પાછળ મંડે છે. એમ નવી નવી વાતે સૂઝતી જાય છે. પ્રયોગ વડે તે વાતે સિદ્ધ કરી પછી નવી શોધ (new invention) તરીકે પ્રગટ કરે છે. જેટલું જેટલું મેલું વાસણ માંજવામાં આવે છે, તેટલું તેટલું તે ચમકતું જાય છે તેવી રીતે જેટલું જેટલું આપણું શુદ્ધ જ્ઞાન માનવામાં આવે છે, તેમાં જ કરવામાં આવે છે, તેટલે તેટલે જ્ઞાનને વિકાસ થતો જાય છે. પ્રત્યેક પ્રાણુના આત્મામાં જે અમર્યાદિત જ્ઞાન ન હોય તે જ્ઞાનના વિકાસને સંભવ જ ન હોય.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy