SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ર સમ્યગ્દષ્ટિ પુરૂષ કેવા છે? સ્વાર્થ એટલે આત્મપદાર્થમાં અને પરમાર્થ એટલે મોક્ષપદાર્થમાં જેની સાચી પ્રીતિ છે, જેનું ચિત્ત સાચું છે, જેનું વચન સાચું છે, જિનેન્ના મતમાં જેની સાચી અચળપ્રતીતિ છે, સમસ્ત નયના જે જ્ઞાતા હેવાથી કેઈના વિરોધી નથી, જેને પર્યાયમાં આત્મબુદ્ધિ નથી, આત્માને ઉપાસનારા છે, ગૃહસ્થપણામાં કે યતિપણામાં જેને પોતાપણું નથી, સમસ્ત આત્મકલ્યાણની સિદ્ધિ, આત્માની અને તશક્તિરૂપ રિદ્ધિ અને આત્માના અનંતગુણની વૃદ્ધિ જેને સદાકાળ પિતાના અંતરમાં પ્રગટ દેખાય છે, અંતરાત્મપણાની લક્ષ્મી સહિત હેવાથી જે યાચનારહિત લક્ષપતિ છે, ભગવાન વીતરાગના જે દાસ છે, સમસ્ત પર પદાર્થોમાં રાગદ્વેષ રહિત હોવાથી જગતથી જે ઉદાસીન છે, અને સદાકાળ આત્મસુખે કરી યુક્ત હેવાથી જે મહાસુખી છે, એવા ગુણના ધારક તે સમ્યગ્દષ્ટિ છે. જાકે ઘટ પ્રગટ વિવેક ગણધરસે, હિરદે હરખ મહામોહક હરતુ હૈ, સાચા સુખ માને નિજ મહિમા અડેલ જાને, આપુહીમે અપને સ્વભાવ લે ધરતુ હૈ, જૈસે જલ કઈમ તક ભિન્ન કરે, તૈસે જીવ અજીવ વિલછન કરવું છે, આતમસકતિ સાધે ગ્યાન ઉદી આરાધે, સોઈ સમકિતી ભવસાગર તરતુ હૈ. ૮ વળી જેના હૃદયમાં ગણધર જે વિવેક પ્રગટ થયો છે, અંતરમાં ઉત્પન્ન થયેલા આત્માનુભવરૂપ આનદથી જેણે મહામહને હ છે, જે સત્યાર્થ સ્વાધીન આત્મિક સુખને જ સુખ માને છે, પિતાના જ્ઞાનાદિ ગુણના મહિમાને જે અડેલ અચલ જાણે છે, પિતાના સ્વભાવ જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગ્યારિત્ર તે પ્રાપ્ત કરી તેને પિતાનામાં જ ધારણ કરે છે, કાદવવાળા પાણીમાં જેમ ફટકડી કચરો અને પાણી ભિન્ન કરે છે તેમ છવદ્રવ્ય અને અજીવ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy