SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ (૧) જીવ તત્વ–નિશ્ચયનયથી છવના અવિનાશી પ્રાણુ, સુખ, સત્તા, ચેતન્ય અને બોધ છે. અર્થાત સ્વાભાવિક આનંદ સતપણું સ્વાનુભવ તથા જ્ઞાન છે. વ્યવહારનયથી છને દશ પ્રાણ હોય છે, તેના વડે એક શરીરમાં પ્રાણી છવતું રહે છે અને તેના બગડવાથી તે શરીરને છોડી દે છે. તે પાંચ સ્પર્શનાદિ ઈન્દ્રિા , મનબળ, વચનબળ, કાયદળ, આયુષ્ય, અને શ્વાસોચ્છવાસ એમ દશ પ્રાણ છે. (૧) એકેન્દ્રિય જીવરૂપ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિને ચાર પ્રાણુ હોય છે. સ્પશન ઈન્દ્રિય, કાયદળ, આયુષ્ય અને શ્વાસ વાસ. (૨) ઈયળ આદિ બેઈનેિ છ પ્રાણું હોય છે—રસના ઈન્દ્રિય અને વચનબળ અધિક હોય છે. (૩) કીડી આદિ ત્રિીન્દ્રિયછાને નાક અધિક હોય છે, સાત પ્રાણ હેાય છે. (૪) માખી આદિ ચતુરિન્દ્રિય જીને આખ અધિક મળીને આઠ પ્રાણ હોય છે. (૫) મનરહિત પચેન્દ્રિય સમુદ્રના કેઈ સાપ આદિને કર્ણ સહિત નવ પ્રાણ હોય છે. (૬) મનસહિત પચેન્દ્રિ, દેવ, નારકી, માનવ, ગાય, ભેંસાદિ પશુ, માછલી, મયુરાદિને દશ પ્રાણ હોય છે. (૨) ઉપગવાળે–જેના દ્વારા જાણવામાં આવે તેને ઉપયોગ કહે છે. તેના બાર ભેદ છે –મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન એમ જ્ઞાનોપગના આઠ ભેદ છે; દર્શને પગના ચાર ભેદ છેચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. આ બાર ઉપયોગ વ્યવહારનયથી ભેદરૂપે કહેવાય છે. તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે એના વડે સંસારી છની એાળખાણ થાય છે. આત્મા અમૂર્તિક પદાર્થ છે. તે શરીરમાં છે કે નહિ તેનું જ્ઞાન આ વાત દેખીને કરાય છે કે કઈ પ્રાણ સ્પર્શનું જ્ઞાન રાખે છે કે નહિ, રસને રસના વડે ગંધને નાક વડે, વર્ણને આંખ વડે, શબ્દને કણ વડે જાણે છે કે નહિ અથવા મનથી વિચાર કરે છે કે નહિ. મડદામાં આ બાર ઉપચાગ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy