SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જાણનારને પ્રાપ્ત કર્યું છે તથા આત્માને શેષનાર કામદેવના મિથ્યા મદરૂપી રેગને આત્માની સમાધિરૂપી ઔષધિના ગુણોથી વિલય-નાશ કરી નાંખ્યો છે. વસ્તુતાએ આત્મધ્યાન જ શાંતિને ઉપાય છે. हुत्वा स्वकर्मकटुकप्रकृतीश्चतस्रो रत्नत्रयातिशयतेजसि जातवीर्यः । विभ्राजिषेसकलवेदविधेवि नेता व्यभ्रे यथा वियति दीप्तरुचिर्विवस्वान् છે કુથુનાથ ભગવાન! આપે રત્નત્રયરૂપી તેજથી આત્મવીર્ય પ્રગટ કરીને આત્મધ્યાન દ્વારા ચાર ઘાતી કર્મોની કડવા વિપાકવંત પ્રકૃતિને બાળી નાખી છે. તેથી આપ અરિહંત કેવળી થયા છે. આપે સર્વ આગમના રહસ્યભૂત સમ્યકજ્ઞાનને પ્રકાશ કર્યો છે જેમ આકાશમાંથી વાદળાં હડી જવાથી સૂર્યને પ્રકાશ પ્રગટ થઈ જાય છે તેમ આપ જ્ઞાનાવરણાદિ કર્મોને નાશ થવાથી સૂર્ય સમાન સર્વ સ્વરૂપે પ્રગટ થયા છે. मोहरूपो रिपुः पापः कषायभटसाधन । दृष्टिसम्पदुपेक्षास्त्रैस्त्वया धीर पराजितः ॥ ९० ।। હે અરનાથ ભગવાન! પરમ વીર! આપે ફોધાદિ કષાયરૂપી યોદ્ધાઓને રાજા અને મહા પાપી મેહરૂપી શત્રુને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતારૂપ આત્માનુભવના શસ્ત્રથી જીતી લીધું છે. તાત્પર્ય એ છે કે શુદ્ધાત્માનુભવ જ મોહને છતવાને ઉપાય છે. आयत्यां च तदात्वे च दुःखयोनिर्निरूत्तरा। तृष्णा नदी त्वयोत्तीर्णा विद्यानावा विविक्तया ।। ९२ ॥ હે અરનાથ ભગવાન ! આપ આ લેક અને પરલોક એમ બને લેકમાં દુખેને આપનારી અને જેને પાર પામવો કઠિન છે એવી તૃષ્ણારૂપી નદીને વીતરાગતા સહિત આત્માનુભવરૂપી નાવમાં બેસી પાર પાડ્યા છે. અર્થાત રાગદ્વેષ રહિત આત્માનુભવ એ જ મોક્ષમાર્ગ છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy