SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જે જાણે છે તે જીવ છે, જીવે વગર અન્ય કઈ જાણી શકતું નથી; જે માને છે તે જીવ છે, જવ વગર અન્ય કોઈ માની શકતું નથી; જે દેખે છે તે જીવ છે, જીવ વિના અન્ય કઈ દેખી શકતું નથી; જે નિજ ચેતન પ્રાણુથી જીવે છે તે જીવ છે. એમ આ જીવના વિશેષ ગુણો છે. મહિમાનો ભંડાર, અનુભવ સ્વરૂપી, અનંત ગુણવંત, નિર્મળ, પ્રકાશમાન એવા આત્મદ્રવ્યને જાણતાં-જોતાં ભવિછવ સહજમાં સિદ્ધક્ષેત્ર મુક્તિને પામે છે. છઠ્ઠો અધ્યાય સહભુખ સાધન, સંસાર અસાર દુઃખમય છે, શરીર અપવિત્ર અને અસ્થિર છે, ઈનિ ભોગનું સુખ અખિકારી અને કૃષ્ણવર્ધક છે અને સહજ સુખ એ આપણું પિતાના આત્માને જ સ્વભાવ છે. આ આત્મા પોતાની ભિન્ન સત્તાને ધારી છે. પોતે એકલે જ કર્મના સયોગને વશ થઈ દુઃખસુખ ભોગવતે ભવભવમાં જન્મમરણ કરતો પરિભ્રમણ કરે છે. આ પોતાની કરણને પોતે જ જવાબદાર બને છે. કેઈ એના દુઃખમાં ભાગ પડાવી શકતું નથી લઈ શકતું નથી. આ આત્માને સ્વભાવ સંપૂર્ણ શુદ્ધ, જ્ઞાતાદષ્ટા, આનંદમય પરમશાંત અને નિર્વિકાર છે. સિદ્ધ ભગવાનના સમાન પ્રત્યેક આત્માને સ્વભાવ છે. સહજ સુખ જે પિતાની પાસે જ છે, પિતાને જ ગુણ છે તે પિતાને કેવી રીતે પ્રાપ્ત થાય? તે આ પ્રકરણમાં વિચારીશું. સહજ સુખનો અનુભવ આસ્વાદ જ જીવની વિષય સુખની તૃષ્ણના રોગને - શાંત કરવાને માત્ર એક જ ઉપાય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy