SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મૃષાનદી બંનપ્રાપ્તિને અર્થે ભારે અસત્ય બેલે છે. એને દયા નથી આવતી કે જે તેને મારા માયાચારની ખબર પડશે તે બહુ દુઃખ, કષ્ટ થશે. મૃષાનદી ટિકિટમાસ્તર મૂર્ખ, ગરીબ ગામડિયા સ્ત્રીને અસત્ય બેલી વિશેષ પૈસા લઈ ઓછા પૈસાની ટિકિટ આપે છે. મૃષાનંદી જુઠા કેસો લડી, જૂઠા કાગળ બનાવી, જૂઠી સાક્ષી આપી બીજાઓને ઠગી બહુ રાજી થાય છે. મૃષાનંદી હિસાબમાં ભોળા. ગ્રાહકેને, અધિક પૈસા લઈ અસત્ય સમજાવી, વિશ્વાસ આપી ઠગી લે છે. મૃષાનદી ગરીબ વિધવાઓનાં ઘરેણાને ડબો થાપણુ રાખી પછી નામક્કર જઈ તેને ઠગી પિતાને બહુ ચતુર સમજે છે. મૃષાનદી મિથ્યા ધર્મની કલ્પનાઓ જગતમાં એ કારણથી ફેલાવે છે કે ભેળા લેકે વિશ્વાસ કરી બહુ ધન ચઢાવે જે પિતાને મળી જાય તેને લોકેને ધર્મના બહાને ઠગતાં સહજ પણ દયા આવતી નથી. ૩. ચૌર્યાનદી–જે ચેરી કરીને ચોરી કરાવીને, ચોરી થઈ જાણીને પ્રસન્ન થાય છે તે ચૌર્યાનદી છે. રૌદ્રધ્યાની ચૌર્યાનંદી અનેક પ્રકારની પ્રપંચ જાળેથી કાઈનું પણ ધન વગર વિચારે ઠગી લે છે, છુપાઈને ચોરી લે છે, ધાડ પાડીને લઈ લે છે, પ્રાણ હરીને પણ લઈ લે છે, નાના બાળકેને ફેસલાવીને જંગલમાં લઈ જઈ એમનાં ઘરેણાં ઉતારી લઈ મારી નાખી નાખી દે છે. ચૌર્યાન દી. ગેરે સાથે મિત્રતા કરી ચોરીને માલ સસ્તા ભાવે વેચાતો લઈ પૈસાદાર થઈ પિતાની બહુ મોટાઈ માને છે. જૂઠા સિક્કાઓ અને જાતી નેટ બનાવી લેકેને ઠગે છે. ઘીમાં ચરબી, તેલ કે કોઈ એવી વસ્તુઓ મેળવી સારું ચેખું ઘી કહી વેચે છે અને ધન પ્રાપ્તિ કરે છે. એછું તેલી અને એાછું માપી ઠગીને ધન એકત્ર કરવામાં બહુ રાજી થાય છે. ચૌર્યાનંદી બીજાઓને ચોરી કરવાની શિખામણે આપ ચોરીના ફંદામાં-વ્યસનમાં ફસાવી દે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy