SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર જીવ ચેતવ્ય સ્વરૂપવત છે, સ્વ અને પરના સ્વરૂપને જાણે છે. પુદૂગલ તે ચેતનારહિત જડ છે, સ્ત્ર અને પરને જાણવાની શક્તિ એનામાં નથી જીવ અમ હૈિંક છે, પુદ્ગલ માર્તિક છે. જીવના ભાપરિણામ જ્ઞાનમય છે, પુદગલના ભાવે જ્ઞાનરહિત જડમય છે. એ પ્રકારનું ભેદવિજ્ઞાન જેને પ્રગટે છે તે પરભાવને પરિહરી, નિજ શુદ્ધાત્મને અનુભવ કરે છે. તે અનુભવી પરમ અતીથિ સહજ સુખામૃતને ભોગવે છે અને આ ભવસાગરને તરી જાય છે. યહ અસુદ મેં સુદ્ધ, દેહ પરમાન અખડિત, અસંખ્યાત પરદેસ, નિત્ય નિરભે મેં પડિત, એક અમૂરતિ નિર ઉપાધિ, મેરે ય નહિ, ગુન અનંતજ્ઞાનાદિ, સર્વ તે હૈ મુઝમાંહિ; મેં અતુલ અચલ ચેતન વિમલ, સુખ અનંત મૌએ સે, જબ ઇસ પ્રકાર ભાવત નિપુન, સિહખેત સહજૈ બસે. ૮૪ આ સર્વ અશુદ્ધ છે, હું તે શુદ્ધ છું. દેહ પ્રમાણ છું, અખંડિત છુ, અસંખ્યાત પ્રદેશમય છું; નિત્ય છું, નિર્ભય છું, પંડિતજ્ઞાનવત છું, એક છું, અમૂર્તિક છું, સર્વ કર્મ ઉપાધિથી રહિત છું, અક્ષય છું, અનત જ્ઞાનાદિ સર્વગુણોથી સંયુક્ત છું, અતુલ્ય છું, અચળ છું, વિમળ ચિતન્યમય છું. અનત સહજ સુખને ધારી છું. આ પ્રકારે જ્યારે નિપુણ પુરુષ ચિંતવન કરે છે ત્યારે તે સહજમાં સિદ્ધક્ષેત્રને વિષે સ્થિતિ કરે છે. સુનહુ હંસ યહ સીખ, સીખ માનૌ સદગુરુકી, ગુરુકી આન ન લેપિ, લેપિ મિથ્થામતિ ઉરકી; ઉરકી સમતા ગલ, નહીં આતમ અનુભૌ સુખ, સુખ સરુપ થિર રહે જગમેં ઉદાસ સખ; ખ કરૌ નહીં તુમ વિષયપર, પર લખિ પરમાતમ મુનહુ, મુનહુન, અજીવ જડનાંહિ નિજ, નિજ આતમ વન સુમહુ, ૮
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy