SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ પ્રત્યે બરાબર ક્રોધ કરી, માનથી માનને તિરસ્કાર કરી પરિગ્રહને વિષે પરિગ્રહને તજી સ્વાધીન સહજસુખને પ્રાપ્ત કર. आर्तरौद्रपरित्यागाद् धर्मशुक्लसमाश्रयात् । जीवः प्राप्नोति निर्वाणमनन्तसुखमच्युतं ॥ २२६ ॥ આર્તધ્યાનને રૌદ્રધ્યાનને ત્યાગ કરવાથી અને ધર્મધ્યાન ને શુકલધ્યાનને આશ્રય કરવાથી જીવ મોક્ષના અનન્ત અને અવિનાશી સહજસુખને પ્રાપ્ત કરે છે निर्ममत्वे सदा सौख्यं संसारस्थितिच्छेदनम् । जायते परमोत्कृष्टमात्मनः संस्थिते सति ॥ २३५ ॥ સર્વ પરપદાર્થોની મમતા ત્યાગવાથી અને આત્મામાં સ્થિત થવાથી પરમેષ્ટ સહજ સુખ પ્રાપ્ત થાય છે જે સસારની સ્થિતિને છેદી નાખે છે. प्रज्ञा तथा च मैत्री च समता करुणा क्षमा । सम्यकत्वसहिता सेव्या सिद्धिसौख्यसुखप्रदा ।। २६७ ।। સમ્યગદર્શનપૂર્વક ભેદવિજ્ઞાન, સર્વ સાથે મૈત્રીભાવ, સમતા, વ્યાભાવ અને ક્ષમાને સદા સેવવાં જોઈએ. તેથી નિર્વાણનું સહજ સુખ પ્રાપ્ત થશે. आत्माधीनं तु यत्सौख्यं तत्सौख्यं वर्णितं बुधैः । पराधीनं तु यत्सौख्यं दुःखमेव न तत्सुखं ॥ ३०१ ।। જે આત્માથી ઉત્પન્ન સ્વાધીન સુખ છે તેને જ વિદ્વાનોએ સુખ કહ્યું છે. જે પરાધીન ઈદ્રિય સુખ છે તે સુખ નથી પણ દુઃખ જ છે. पराधीनं सुखं कष्टं राज्ञामपि महौजसां । तस्मादेतत् समालोच्य आत्मायत्तं सुखं कुरु ॥ ३०२ ॥ મોટા પ્રતાપી રાજાઓનું સુખ પણ પરાધીન અને દુઃખદાયી છે તેથી એવો વિચાર કરી આત્માધીન સહજસુખને પ્રાપ્ત કર.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy