SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા અને શંકા ~ શ્રદ્ધા અને શંકા એક વિદ્વાને કહ્યું છે કે “Doubt is the disease of privileged souls.” “શંકા એ આત્માને રાગ છે, પણ એ રોગ હોવો એ પણ એક અસાધારણ અધિકાર છે.” આ વચનમાં શંકાની નિન્દા અને સ્તુતિ ઉભય છે, અને એ સ્પષ્ટ રીતે સમજતાં મેક્ષને અનુકૂલ અને પ્રતિફૂલ શકાનાં સ્વરૂપ સમજાશે. સંસાયા વિનતિ” એમ શ્રીમદ્ભગવદ્ગીતાનું વાક્ય લઈ એને આધારે ઘણી વાર એમ માનવામાં આવે છે કે સંશય-શંકા–જે અનિષ્ટ પદાર્થ આત્મજ્ઞાનના માર્ગમાં બીજો નથી, અને શ્રદ્ધા એ જ પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનું મુખ્ય સાધન છે. પરંતુ આ વિષયમાં કેટલોક વિવેક કરવાનું છે, જે ન કરવાથી અબ્ધ શ્રદ્ધા કે દુષ્ટ સંશય પરિણામે નીપજે છે. કરવાનો સિદ્ધ કરવાના માર્ગમાં આવેલ કામ , તા - મનુષ્ય “શ્રદ્ધામય” છે, અને “જેની જેવી શ્રદ્ધા તે તે” –એ વાક્ય વિરુદ્ધ કાંઈ પણ કહી શકાય એમ નથી. એ તે સિદ્ધ છે કે મનુષ્યને શ્રદ્ધા ન હોય તો એની પ્રવૃત્તિ જ સંભવે નહિ. અમુક પદાર્થ અમુક પ્રકારને વસ્તુતઃ છે એમ માનીને જ–અર્થાત શ્રદ્ધાપૂર્વક જર્મનુષ્ય સર્વ વ્યવહારમાં ઊતરે છે, અને મનુષ્ય ક્ષણવાર પણ વ્યવહારશન્ય ટકી શકતો નથી. સાયન્સ જે શંકાનું ઉત્પત્તિસ્થાન છે, તે પણ ખરું જોતાં કાર્યકારણના મહાનિયમ ઉપર શ્રદ્ધા રાખીને જ પ્રવર્તે છે. અમુક કાર્યકારણનિયમને જે સ્થળે ભંગ થતો દેખાય છે, ત્યાં “સાયન્સ” એ નિયમ માટે શંકા ન ધરાવતાં, એ સ્થળવિશેપને બ્રાતિજનક માને છે, અથવા તો ભવિષ્યમાં જુદો ખુલાસો થશે એમ શ્રદ્ધા રાખે છે; પરંતુ કાલયમાં પણ કાર્યકારણના નિયમને બાધ થાય એમ શંકા ઉભવતી નથી. વળી જગની વ્યવસ્થામાં પુણ્યને જય અને પાપને ક્ષય એ નિયમ પણ સવંદા પ્રતીત થતો નથી. આ નિયમ વ્યક્તિ પરત્વે અનેક વાર બેટો પડતો જણાય છે એટલું જ નહિ, પણ જનસમષ્ટિમાં પણ કેટલીક સદ્દીઓ અપવાદરૂપ દેખાય છે. છતાં વ્યક્તિની તેમ જ સમષ્ટિની સત્તિ અને ઉન્નતિ (Virtue and Civilization or Progress) ઉક્ત નિયમ પરની કહા થકી જ સંભવે છે. આ રીતે Uni. બ્રામોડર્ષ પુરા એ ઉર્દૂ ર ર રા'— જ,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy