SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - આપણું તત્ત્વજ્ઞાન સરળ ધર્મ કરતાં બહુ જ જુદે–ચિત્ર અને ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરેલો હતા. અને તે પછીના મધ્યકાલીન યુગમાં પણ ખ્રિસ્તી ધર્મના પાદરીઓ ઉપર એરિસ્ટોટલને બહુ પ્રભાવ રહ્યો. પણ આગળ જતાં ખ્રિસ્તી ધર્મના સિદાતે તત્વજ્ઞાનની દષ્ટિએ શિથિલ થવા લાગ્યા અને બેને પરસ્પર વિરોધ પ્રકટ થવા લાગ્યો, ત્યારે કેટલાક ધાર્મિક આત્માઓએ ધર્મ અને તત્ત્વજ્ઞાનને ક્ટા પાડ્યાં, અને એ રીતે એમને લઢતાં અટકાવવા અને એમનો અવિરોધ સાધવાનો યત્ન કર્યો. પણ વસ્તુતઃ આવા કૃત્રિમ યને સફળ થતા નથી; ધર્મ અને તત્ત્વજ્ઞાનની અસર પરસ્પર થયા વિના રહેતી જ નથી, અને ન જ રહેવી જોઈએ. છતાં એમના ઐતિહાસિક જન્મની દષ્ટિએ અને અનુકૂળતા ખાતર એમને બેટી રીતે છૂટાં કલ્પી શકાય છે, અને એ મિથ્યાકલ્પનાનુસાર પશ્ચિમના પૂર્વોક્ત તત્ત્વજ્ઞાએ એમને ભેદ માની લીધું છે. હવે પહેલો આક્ષેપ લઈએ. એ આક્ષેપમાં વિચારણિ એ જ “જ્ઞાન” એમ જ્ઞાનના સ્વરૂપની સાંકડી સમઝણ રહેલી છે. પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં ગ્રીક ફિલસુફ એરિસ્ટોટલની અસર લાંબે કાળ ચાલી હતી, અને એ મહાન તત્વવેત્તાએ તત્ત્વના નિર્ણયની જે પદ્ધતિ પાડી હતી તે જ યુરેપઅમેરિકામાં પ્રચલિત થઈ. યુરેપના મધ્યયુગમાં તે એ તત્ત્વવિચારનું સામ્રાજ્ય અમાપ હતું. પરંતુ અર્વાચીન યુગમાં આવતાં જર્મન ફિલસુફ કાન્ટની અસર તળે પણ એ જ “પદ્ધતિસર વિચાર કરવાની પ્રણાલી ચાલ્યાં કરી છે. જ્ઞાન એ એક જીવન્ત પદાર્થ હોઈ એને સ્વચ્છન્દ વિલસવાને અધિકાર છે, અને એ પ્રમાણે એ વિલસે છે જ; બલ્ક વિશ્વનાં પરમ અને ચરમ સત્યો જેટલાં પદ્ધતિસર વિચાર વડે નહિ, તેટલાં દિવ્ય દર્શનમાં પ્રકટ થયાં છે. આવા દિવ્યદર્શનનું એક સર્વગ્રાહ્ય સ્વરૂપ કવિપ્રતિભા છે. અને તેથી તત્ત્વજ્ઞાન એ તાર્કિકને જ સાધ્ય છે એમ નથી, કિંતુ કવિપ્રતિભામાં એ પુષ્કળ પ્રકટ થયું છે, અને આ દેશના પ્રાચીન તત્વોએ એને કવિ કલ્પનામાં મૂર્તિમન્ત કર્યું છે. અને તે યોગ્ય જ છે. મિ. ચીટ્સ (આયલેન્ડનો ડેટ કવિ) કહે છે: "Whatever of Philosophy has been made poetry is alone permanent” અને વર્તમાન ઈગ્લેંડને સુવિખ્યાત વિચારક ડીન ઇગ પ્રશ્રમુખે એ જ કહે છે કે “ Have not the profoundest incuitions of faith been often wrapped up in poetical
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy