SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૬ જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ ળમાં ગમમાં કાઈ અને જવા ભાગે જ જેવી, એકલા વિશેષ માર્ગે જ જેવી ઈત્યાદિ. “સ્યાઠાદમાં વસ્તુનાં શાં શાં સ્વરૂપ સંભવે છે એને વિચાર છે; જેમકે કઈ રીતે વસ્તુ છે, કઈ રીતે વસ્તુ નથી, કઈ રીતે વસ્તુ છે અને નથી, કઈ રીતે વસ્તુ બેલી શકાતી નથી ઈત્યાદિ. પણ આ તો માત્ર અસ્તિત્વને લઈ વિવિધ સ્વરૂપ બતાવ્યાં, તે જ પ્રમાણે નિત્યત્વને લઈને કોઈ રીતે વસ્તુ નિત્ય છે, કઈ રીતે વસ્તુ અનિત્ય છે ઇત્યાદિ સ્વરૂપની વિવિધતા સમઝી લેવી. સ્યાદ્વાદની કેટલીક ભંગીઓ ગૌતમ બુદ્ધ પહેલાં પણ બ્રાહ્મણના વાદાળમાં પ્રચલિત હતી, તેમાંથી સ્યાદ્વાદ વિકસ્યા હોય એ સંભવિત છે. મૂળ જૈન આગમાં કઈ કઈ ઠેકાણે જ એના ભણકારા વાગે છે, અને ત્યાં પણ સરિત, જાતિ, અને સવરા એ ત્રણ ભંગીને જ ઉલ્લેખ જોવામાં આવે છે. અને છેક ઇ. સ. ના આરંભકાળની આસપાસના ગ્રન્થમાં પણ એનું સ્પષ્ટ શ્રવણ થતું નથી. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં “પિતાપિતસિ” એ એક સૂત્ર જ આ અનેકાન્તવાદનું પ્રતિપાદક માનવામાં આવે છે, અને એના ભાષ્યમાં સ્યાદ્વાદની સાત ભંગીઓ પૈકી ત્રણ ભંગીઓને જ ઉલ્લેખ કરેલો છે. વળી એક વાત વિશેષ: બૌદ્ધ ધર્મની માધ્યમિક કારિકામાં પણ એ જ ત્રણ ભંગીઓ મુખે સ્વસિદ્ધાત સ્થાપવામાં આવ્યો છે, અને તે પૂર્વે બ્રાહ્મણોના વેદાન્તમાં પણ એ ત્રણ ભંગીઓ જાણીતી હતી એ સુવિદિત છે. સ્યાદ્વાદને બદલે, ખાસ જૈનગ્રન્થમાં પ્રકટ થતે અનેકાન્તવાદને પ્રકાર જોઈએ તે તે નયવાદ છે, અને નયવાદ જ તત્ત્વાથધિગમમાં વધારે વિસ્તારથી પ્રરૂપાય છે. જેમ સ્યાદ્વાદની ભેગીની સંખ્યામાં તેમ નયવાદના નયની સંખ્યામાં પણ કેટલોક ભેદ જોવામાં આવે છે. પરંતુ એ સર્વના ઇતિહાસમાં ઊતરવું અત્યારે અપ્રાસંગિક છે. તે પણ નૈગમ, સંગ્રહ અને જુસૂત્ર નય; દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; પાચચૉંૌથયુજ સત્ એ વસ્તુનું લક્ષણ–આ વિષેના જૈન વિચાર કઈ પણ તત્ત્વજ્ઞાનમાં રુચિ ધરાવનાર સ્ત્રી પુરુષને રસિક અને બેધક થશે એમ નિશ્ચય પૂર્વક કહી શકાય છે અને જૈન ભાઈઓને હું વિજ્ઞાપના કરું છું કે પૂર્વોક્ત એકાન્તવાદની ઉદાર દષ્ટિને, અને એના અંગમાં હમણ હે ગણાવ્યા એ નયને, ઉપદેશ દેવામાં આવે તે જૈન ધર્મના પ્રસારમાં તેમ જ સર્વ ધર્મના પ્રસારમાં એ ઉપયોગી સેવા થઈ પડશે. જૈન ધર્મ મ આગળ જણાવ્યું તેમ કાંઈ વિવાદ કરવા માટે કે વિવાદ શમાવવા માટે જ અસ્તિત્વમાં આવ્યો ન હતો. આત્મસાક્ષાત્કારપ્રસંગવશાત કહી લઉ કે ઘણું લોકે ભૂલથી માને છે તેમ દુઃખમાંથી થતી અને માં વધારે ની સંખ્યામાં
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy