SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૪ જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ મનની અને અયથાર્થ દૃષ્ટિની નિશાની છે. આ ફલિત સિદ્ધાન્તના મૂળમાં રહેલું Relativity યાને સાપેક્ષ અનેકાન્તવાદનું સત્ય કઈ પણ ધર્મવિશેષમાં (એક અમુક ધર્મમાં) ભાર દઈને સમઝાવવામાં આવ્યું હોય તે તે જૈન ધર્મ છે, અને તેથી જૈન ધર્મ પ્રસારકનું પ્રથમ કર્તવ્ય આ ઉદારવૃત્તિ જગતમાં પ્રસારવાનું છે; એ દષ્ટિ પ્રસરે તે જૈન ધર્મ પ્રસર્યો અને એ દષ્ટિ ન પ્રસરી તે જૈન ધર્મ પ્રસારવાને સઘળે પ્રયત્ન નિષ્ફળ ગ—એ દષ્ટિ જૈન ધર્મને નામે પ્રસરે છે કે કેમ એ વસ્તુતઃ ન્હાની વાત છે. ૧૯૧લ્માં બનારસ ગયો તે અરસામાં ત્યાંના “સ્યાઠાદ વિદ્યાલયમાં એક વાર્ષિક મેળાવડે હતો તેમાં સ્યાદ્વાદ વિષે બોલતાં મને એક વિચાર સ્કુરી આવ્યા હતા, (અને જેમ જેમ હું એનું મનન કરું છું તેમ તેમ મને એની યથાર્થતાને નિશ્ચય વધતું જાય છે ) કે સ્યાદ્વાદ વા અનેકાન્તવાદ, અને અહિંસા, જે બે જૈન ધર્મના સારભૂત સિદ્ધાન્તો છે, એ વસ્તુતઃ એક બીજાથી સ્વતંત્ર નથીઃ અનેકાન્તવાદ એ અહિંસાના પરમ ભાવનું જ બુદ્ધિના પ્રદેશમાં વિનિજન છે. ખરું છે કે જૈન ધર્મને ઉપદેશ અનેકાન્તવાદથી શરૂ થતું નથી, તેમ અહિંસાને ઉપદેશ પણ જૈન ઉપરાંત બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મની કેટલીક શાખા (જેમકે, સાંખ્ય વેદાન્ત ભાગવત આદિ) માં નજરે પડે છે. તથાપિ એ બંને ઉપદેશ માટે સહુથી અધિક આગ્રહ ધરી એને પિતાના જીવાતુભૂત સિદ્ધાન્ત તરીકે સ્થાપિત કરવાનું માન જૈનધર્મને છે. બૌદ્ધપિટકનું “બ્રહ્મજાલસુત્ત” જોતાં જણાય છે કે સામાન્ય અનેકાન્તવાદ જ નહિ, પણ સ્યાદ્વાદની કેટલીક ભંગીઓ પર્યન્ત વધે અનેકાન્તવાદ બ્રાહ્મણમાં અને તે સમયના અનેક ઉપદેષ્ટાઓ જેઓ કેવળ જૈને જ ન હતા એએમાં પ્રચલિત હતો. અને ઉદાનસુરના નવજ્યam (= જાત્ય વર્ગ)માં, આપણી સહુની જાણીતી આંધળાના હાથીની આખ્યાયિકાઠારા વિકલાદેશની ભ્રાન્તિ ઉઘાડી પાડવામાં આવી છે. પણ જૈન ધર્મની વિશિષ્ટતા એ છે કે એમાં અહિસા અને અનેકાંતવાદને પિતાના સિદ્ધાની વખારમાં એક ખૂણે નાંખી મૂકેલા નથી, પણ જૈન ધર્મના પ્રાણની એ નાડીઓ છે. જૈન ધર્મની બીજી વિશિષ્ટતા એ છે કે એમાં જ્ઞાનમાંથી ચારિત્રને ફલિત કરવાને બદલે ચારિત્રને જ્ઞાન જેટલું જ મહત્ત્વ આપ્યું છે અને રત્નત્રયીમાં દર્શન અને જ્ઞાન સાથે ચારિત્રનું સમકક્ષ પરિગણન કર્યું છે, અને ચારિત્રમાં અહિંસાને મુખ્ય સ્થાન આપ્યું છે. પાંચ ઘતેમાં અંહસા વ્રતને પહેલું મૂકેલું છે એટલું જ નહિ, પણ પાછળના કેટલાક ગ્રન્થમાં તે બધાં વ્રતોને અહિસા વ્રતમાંથી જ, એ વ્રતના જ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy