SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવણ ૧ આમ એગ્ય અધિકાર મેળવી સમસ્ત વિષયને ઉપર બતાવેલી પદ્ધતિએ અભ્યાસ કરતાં કરતાં ગન્તવ્ય સ્થાને પહોંચાય છે. શ્રી કૃષ્ણ કહે છે તેમ અનેક જન્મના સંસ્કાર થયા પછી જ “પરા ગતિ પ્રાપ્ત થાય છે.* અને આ કાઠિન્યમાં જ એની ભવ્યતા છે. આ વિષયમાં યદ્યપિ છેવટની ફલસિદ્ધિ અત્યન્ત દૂર છે, તથાપિ જેટલો યત્ન થાય તેટલાનું અવાન્તર ફલ તે તત્કાલ થયા વિના રહેતું નથી. માટે અત્રે નિરાશા કે ઉતાવળ કે અલ્પસંતુષ્ટતા એ સર્વ સરખી રીતે અસ્થાને છે. ૩શ્રવણને ત્રીજો પ્રકાર વિશ્વમુખે શ્રવણ કરવાનો છે. વિશ્વમુખે શ્રવણ–એ જરા વિચિત્ર વિધિ જણાશે ખરે. પણ વસ્તુતઃ, સર્વ શ્રવણમાં પ્રાચીનમાં પ્રાચીન અને અર્વાચીનમાં અર્વાચીન શ્રવણ તે આ જ છે. આ પણું આદિ મહર્ષિઓથી આરંભી ક્રાઈસ્ટ બુદ્ધ મહમદ અને છેવટે વર્ડઝવર્થ જેવા કવિ પર્યન્ત આ શ્રવણને અંગીકાર થાય છે. આ શ્રવણનાં બે દ્વાર છેઃ (૧) બાઘ–પ્રકૃતિચિત્ર, અને (૨) આન્તર–હદયગુહ. પ્રાચીન ગ્રીસમાં હદયગુહા કરતાં પ્રકૃતિદ્વારા પરતત્ત્વનું વિશેષ શ્રવણ થયું હતુ; ગૌતમ બુદ્ધને હૃદયગુહામાં જ અલૌકિક મહિમા અનુભવાયો હતો, અને પાછળનું બૌદ્ધ તત્ત્વચિન્તન જતાં તે તે એટલે સુધી કે એ ગુહામાં સંભળાતા ધ્વનિનુ નિદાન એ ધ્વનિ અને ગુહા ઉભય કરતાં પર છે એ વાત બાજુપર રાખી એ ગુહાને, અને વધારે યોગ્ય રીતે કહીએ તે એ ધ્વનિને જ, પરતત્વને સ્થાને સ્થાપી દીધે. આપણું બ્રાહ્મધર્મમાં બાહ્ય અને આન્તર ઉભય અંશને સમાન સન્માન મળ્યું છે એ વાત પૂર્વે “આપણે ધર્મ” એ નામના લેખમાં સ્પષ્ટ કરી બતાવી છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે “ મા૨ ચત્ત” અને “ફાયનિત્થાત” એ બે બ્રહ્મસૂત્રને ગૂઢ આશય આ બે તત્ત્વ સૂચવવાનું જણાય છે કારણુવિચાર અને કર્તવ્યવિચાર એ બેમાં પરમાત્માનું શ્રવણ થાય છે. પણ વિચાર પર્યન્ત ન જતાં માત્ર વર્ડ્ઝવર્થ જેને “wise passiveness” કહે છે તેવી વિશુદ્ધ શાન્તિથી શ્રવણ કરવા તત્પર રહેવાય તે પણ એ શ્રવણ થયા વિના રહે નહિ. પરંતુ આ શ્રવણ લૌકિક શ્રવણેન્દ્રિયથી થઈ શકતું નથી. કવિ વઝવર્થ કહે છે તેમ “ .it was audible, Most audible, then, when the fleshly ear, O’ercome by humblest prelude of that strain, Forgot her functions, and slept undisturbed," “જેવા નાસિતત ચત પર ગતિ”–. It.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy