SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મપરિષદ ૭૨૧ શનિ મરવા પ્રત્ત ચતુ દે ! હૈયાવરા દે રતિ ! अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि । यश्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु । एकोथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् । –મ . “હે અશ્રુત! નિર્વિકાર સનાતન પરમાત્મન ! આપને સખા સમઝીને, આપને પ્રભાવ ન જાણુને, પ્રમાદથી વા મૈત્રીના ભાવથી મેં આપને હે કૃષ્ણ! હે યાદવ ! હે સખા ! એમ કહીને બોલાવ્યા છે, રમવું, કૂદવું, ખાવું, પીવું, સૂવું, બેસવું વગેરે ક્રિયાઓમાં, એકાન્તમાં અગર સહુની વચ્ચે ઉપહાસમાં મેં આપનું જે અપમાન કર્યું છે, તે સર્વ અપરાધને માટે હું આપની ક્ષમા પ્રાર્થ છું.” આ કારણથી ભક્તરાજ હનુમાને પરમાત્માની સ્વામી બુદ્ધિથી સેવા કરી છે. પરમાત્માને સખા–ઉદા. અર્જુન–પરમાત્માની સહાયતાથી આસુરી સંપત્તિ સામે જય પ્રાપ્ત કરવાને લઢે છે. પણ પરમાત્માને દાસ ત–ઉદી, હનુમાન–એ પરમાત્માના ધ્વજની છાયામાં રહીને પરમાત્માની સેવા કરવાને સદા કટિબદ્ધ છે, અને અતુલ શ્રમથી પરમાત્માની પ્રકૃતિને અસુરના બન્ધનમાંથી છોડાવી લાવવામાં સાહ્ય દે છે. જ્ઞાન વૈરાગ્ય અને બ્રહ્મચર્યથી એમનું શરીર અને મન વા જેવું દઢ બન્યું છે અને ધનસંપત્તિ આદિ મોહકમાં મેહક પદાર્થ પણ એમાં રામની છબી નજરે ન પડે તે એમને કંકર સમાન છે, અને કંકર સમાન ગણ છિન્નભિન્ન કરી એને ફેંકી દે છે. એમને રૂંવે રૂંવે રામનામની ધૂન રાતદિન લાગી છે. અને એવા પુરુષ, ભવભૂતિના શબ્દમાં કહીએ તો, આસુરી સંપના ત્રાસથી “ચિરનિવિણ જીવલોકને” સંકટમાંથી ઉદ્ધારે છે, અને એ રીતે જગત ઉપર એક મહાન ઉપકાર કરી જાય છે. પરંતુ પરમાત્માની આવી ઉગ્ર દાસ્યભક્તિ આચરવી સહેલી નથી. વળી કેટલાંક હૃદય એવાં કેમળ અને રસથી ભીજેલાં હોય છે કે એમને સેવકવત દાસ્ય કરવાથી સંતોષ થતું નથી. એમને આત્મા પરમાત્મા સાથે પતિપત્ની જે નિકટ સંબધ ઈચ્છે છે, અને પરમાત્માનું આલિગન (“ષિ) કરવાને અને એનાથી આલિગન પામવાને તલસે છે. એવા જનની સ્થિતિ વેદધર્મની ભક્તિશાખામાં ગોપીઓની ભક્તિરૂપે ઉપસ્થિત કરવામાં આવી છે. આ પ્રેમલક્ષણા ભક્તિમાં, પરમાત્માને જીવનયુદ્ધનો
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy