SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ 90% તખ્તયજ્ઞ તત્યા * બહેનો અને ભાઈઓ, આપના આચાર્ય અને મહારા મિત્ર કૃપલાનીજીએ જે મધુર અને અને પ્રેમભર્યા શબ્દોમાં મને આવકાર આપ્યો, અને આપ સહુ જે આદરથી મહારા બે બેલ સાંભળવાની ઉત્સુકતા દર્શાવે છે, તે માટે એમને તેમ જ તમારે હું આભાર માનું છું. ખરેખર, તમારા અભ્યાસની કામમાં મહારા ભાષણથી વિક્ષેપ પડે એમ હું ઇચ્છતે નાતે જ અને એ વખત લેવાને મહારે હક નથી એમ મને લાગતું હતું. પણ પછીથી મને વિચાર આવ્યું અને આપના આચાર્ય એનું સમર્થન કર્યું કે આ પ્રાચીન ભાવનાને અનુસરનારી સંસ્થામાં આચાર્યના મિત્ર અતિથિ થઈને આવે તો શિષ્ટજનઆગમન નિમિત્ત અધ્યાય પળાય એમાં દોષ નથી. હાલના વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ બેટી રીતે, પણ વ્યવહારશાસ્ત્રની દષ્ટિએ બહુ સૂચક રીતે, “અતિથિ'–શબ્દનો અર્થ એક તિથિથી વધારે રહે નહિ તે એ કરવામાં આવે છે. હું પણ એ અતિથિ ધર્મનું રહસ્ય ધ્યાનમાં રાખી આપની થોડી ક્ષણ જ લઈશ. આપની આ સંસ્થામાં પ્રાચીન હિન્દને ઈતિહાસ અને સંસ્કૃતિને વિષય સહુ વિદ્યાર્થીઓને માટે ફરજિયાત છે કે નહિ એ હું જાણુતે નથી. ઘણું કરીને નહિ હોય એમ ધારું છું. તેથી મહારી એક નમ્ર સૂચના છે કે એ વિષયને ફરજિયાત તો ન કરે પરંતુ એને માટે એક ન્હાની સરખી–દશેક વ્યાખ્યાનની–એક વ્યાખ્યાનમાળા તે રાખો જ, જેથી : વિદ્યાપીઠમાં કેળવાઈને બહાર પડતા વિદ્યાર્થીઓ પ્રાચીન હિન્દનું ગૌરવ સારી રીતે સમઝીને નીકળે. આપણે ધર્મ એ અતિપ્રાચીન કાળથી ચાલી આવેલો સંસ્કારી જીવનનો પ્રવાહ છે. એ સંસ્કારી જીવનનું પ્રભવસ્થાન વેદ છે અને વેદ એટલે સંહિતા બ્રાહ્મણ અને ઉપનિષદ્. એમાંથી એક પણ અંગ વિના વેદ અને તેથી આપણું ધાર્મિક જીવન અપૂર્ણ રહે છે. સંહિતા એટલે ભક્તિ, બ્રાહ્મણ એટલે કર્મ, અને ઉપનિષદ એટલે જ્ઞાન, ભક્તિ કર્મ અને જ અમદાવાદમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં આ લેખને અંતે મૂકેલું સૂરદાસનું પદ ઈશ્વરપ્રાર્થનારૂપે ગવાયા પછી, વિદ્યાર્થીઓને સંબોધીને આપેલું ધાર્મિક વ્યાખ્યાન. મૂળ કોઈકે કેઈક સ્થળે જરા વિસ્તારી લીધું છે. સારી આવશે ધ સરકારી છાત્રમાંથી સહિત
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy