SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાધર્મ se1 મનુષ્ય વચ્ચે તે બધુભાવને અનુભવ ઉત્પન્ન કરી શકશે. પશુઓ બિચારાં ઘરડાં, આંધળાં કે પાંગળાં થઈ જાય ત્યારે આપણું ઘરખર્ચને બજે ઊતારવા માટે પાંજરાપોળમાં મેકલવાં એ જીવદયા નથી; બલ્ક પાંજરાપોળ ઉપર જેટલે ખર્ચને બે ખસેડવામાં આવે તેટલા પૂરતી એ જીવહિંસા છે એમ કહીએ તો પણ ચાલે. તે માટે પશુ રાખનાર દરેક ધનવાન ગૃહસ્થની ફરજ છે કે પશુને પાંજરાપોળમાં મોકલવામાં આવે ત્યારે એના બાકીના જીવન નિર્વાહ કરવા માટે જોઈતાં પૂરતાં નાણું (હાલ કેટલેક સ્થળે નામની રકમ અપાય છે તેમ નહિ) એ સંસ્થામાં ધર્માદા આપવાં. આ વ્યવસ્થા પૂરેપૂરી અમલમાં મૂકવામાં આવે તે પાંજરાપોળમાં કેવળ ધર્માદા તરીકે નિભાવવામાં માત્ર ગરીબ ખેડૂતોનાં અને રબારીનાં ઢેર જ રહે, અને એમને જ ખરી રીતે આવા ધર્માદા ખર્ચ ઉપર હક છે. બીજું–જનાવર પ્રત્યે ક્રૂરતા અટકાવવાના કાયદાને અમલ કરાવવામાં સર્વ જીવદયા સંસ્થાએ ચાલાક રહેવું જોઈએ. પશુઓ ઉપર શક્તિ કરતાં વધારે ભાર ન ભર, શક્તિ કરતાં વધારે કલાક કામ ન લેવું, શરીરે ચાંદાંવાળાં કે પગે ખોડંગાતાં પશુઓ જોવામાં આવે તે એના ધણને એનાથી કામ લેતાં અટકાવ; એટલું જ નહિ પણ એટલામાં કર્તવ્યસમાપ્તિ ન માનતાં એ પશુને પાંજરાપોળમાં લઈ જઈ એની સારવાર કરી સાજુ કરી ધણુને સોંપવું. ઘાંચી, કુભાર, ગાડીવાળા વગેરે ગરીબ સ્થિતિના પણ ધંધાદાર શહેરી લોકેાનાં પ્રાણીઓની સારવાર કરવામાં એમની સ્થિતિના પ્રમાણમાં તેઓ પાસેથી ખર્ચ લેવું. પણ આ એક પાંજરાપોળનું જરૂરી કર્તવ્ય માનવું અને તે માટે ફરતા ઈન્સ્પેકટર રાખવા. પશુઓ માટેની દયા લોકમાં ખરેખરી કેળવાશે ત્યારે જ ગામમાંથી કૂતરાં એકઠાં કરવા ઉપરાંત પાંજરાપોળનું ઘણું કર્તવ્ય છે એ સમજવામાં આવશે. આ સિવાય પશુઓની જાતિ સુધારવી એને પણ હું જીવદયાના કાર્યમાં ગણું છું. જેમ દાક્તરને ધર્મ માત્ર રોગ મટાડવાને જ નથી, પણ રેગ થતા અટકાવવા અને પ્રજાની તંદુરસ્તી વધારવાનું છે, તેમ જીવદયાના ખાતાએ ગામડાંમાં ફરી, ઢેરની સ્થિતિથી જાણીતા થઈ એમને રાખવાની રીતમાં ખેડૂતો પાસે સુધારે કરાવી, તથા અરેગ અને બલવાન પશુસંતતિ થાય તેવી ગોઠવણ કરી–પશુપાલનની ભાવી મુશ્કેલીઓ પ્રથમથી ઓછી કરવાનાં પગલાં ભરવાં જોઈએ. આ બાબતમાં હાલની સ્થિતિ માટે કદાચ ખેડૂતોનું દારિદ્ય જવાબદાર હશે, પણ એમનું અજ્ઞાન પણ એમાં કારણભૂત છે, અને મૂળ અનુપાયતા પણ ઘણાં વર્ષો ચાલ્યા ન ધણીને એક વાઢનાં પ્રાણી છે. પણ આ પશુઓ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy