SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ અહિંસાધર્મ જોઇએ છીએ કે એ વાક્યાના અન્ય અર્થ કલ્પી એના અસ્તિત્વ ઉપર ઢાંકપીછેડા નાંખવા શક્ય નથી. પણ તે સાથે એ પણ પ્રત્યક્ષ છે કે આ સમયમાં ઋગ્વેદસંહિતાના સમયની હિન્દુસ્થાનની વિવિધ પ્રજામાંથી ધાન્યાહારી વર્ગ ધીમે ધીમે પ્રબળ થતા જતા હતા, અને ઐતરેય બ્રાહ્મણમાં જેમ એક તરફ પ્રાચીન હરિશ્ચન્દ્રરાજાના પુત્ર સહિતનું અને એને સ્થાને જીનઃશેપનું, અલિદાન આપવાની કથા—એ બ્રાહ્મણ કરતાં બહુ વધારે પ્રાચીન કથા—નોંધાએલી છે, તેમ ખીજી તરફ એ કથાના વર્ણનની ઢમમાં જ એ જાતનાં બલિદાનની નિન્દા સૂચવાય છે. અને એ જ ગ્રન્થમાં ખીજે સ્થળે પશુહેમમાંથી કાલક્રમે ધાન્ય હામ શી રીતે પ્રકટ થયા એની હકીકત આપી છે. એ બ્રાહ્મણ કહે છે पुरुषं वै देवाः पशुमालभन्त तस्मादालब्धान्मेध उदक्रामत् । સોડ” પ્રાવિાત તમાખ્યો મેળોડમ'.................. | સેડવમાહમત......૬ માં પ્રાવિત્તસ્માકોનેĪોમવત્ । तेऽगामालभन्त......सोऽविं प्राविशत् तस्मादविर्मेध्योऽभवत् । तेऽविमालभन्त ... लोऽजं प्राविशत् तस्मादजोमेध्योऽभवत् । तेऽजमालभन्त...सोऽजादालब्धादुदक्रामत् स इमां (पृथिवीं ) प्राविशत् तस्मादियं मेध्याभवत् । तमस्यामन्वगच्छन् सोऽनुगतो व्रीहिरभवत् । त एत उत्क्रान्तमेधा अमेध्याः पशवस्तस्मादेतेषां નાનીચાત્ । स वा एष पशुरेवालभ्यते यत् पुरोळाशः । तस्य यानि किशारूणि तानि रोमाणि । ये तुषाः सा त्वग् । ये फलीकरणास्तदसृक् । यत्पिष्टं किक्नसास्तन्मांसम् । यत्किचित्कं सारं तदस्थि । सर्वेषां वा एष पशूनां मेधेन यजते यः पुरोळाशेन यजते । , અર્થાત્, પ્રથમ પુરુષમેધ થતા, એમાંથી યજ્ઞનું તત્ત્વ ઊડી જઈ તે ક્રમવાર અશ્વમેધ, ગામેધ, અવિમેધ, અને અજમેધ થયા. આખરે મેધ (યજ્ઞતત્ત્વ) પૃથ્વીમાં દાખલ થયા અને એમાંથી ધાન્યમાં આવ્યે ઃ ધાન્ય ડાંગર—એ એનાં છેડાં છૂંછાં વગેરે લેતાં પશુ સમાન જ છે. અને ધાન્યના પુરાશથી યજન કરવું એ પશુયાગ કરતાં બિલકુલ ઊતરતું નથી. યજ્ઞનું તત્ત્વ ઊડી ગયા પછી પશુએ અમેધ્ય ( યજ્ઞ માટે અપવિત્ર) થયાં છે. માટે એમને ખાવાં નહિ. આ ઊતારા જેમ પશુહેમને સ્થાને ધાન્યહામ આવ્યાનું જણાવે છે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy